
નવસારીના ઉત્કર્ષ મંડળ દ્વારા શોર્ય સાહસ અને સિદ્ધિને વરેલા ત્રિવેણી ક્ષેત્રના વિરલાઓનું સન્માન
- Local News
- September 4, 2023
- No Comment
ઉત્કર્ષ મંડળ નવસારીના પ્રમુખ અને વરિષ્ઠ નાગરિક એડવોકેટ હરેશ વશી દ્વારા છેલ્લા છ વર્ષમાં સમાજના સર્વાંગી વિકાસની સંખ્યા બંધ પ્રવૃત્તિઓ થઈ છે જેને કારણે સંસ્કાર નગરી નવસારી પ્રદેશ માં નવી ચેતના ઉર્જાનો સંચાર થયો છે.
નવસારીના ઐતિહાસિક પ્રજાપતિ આશ્રમ ખાતે ગઈકાલે ઉત્કર્ષ મંડળના નેતૃત્વમાં સર્વશ્રી હરેશ વશી, હિંમતસિંહ પરમાર પરેશ વાટવેચા તથા દિનેશભાઈ મિસ્ત્રીના સથવારે ભારતીય સૈન્યના વિવિધ તબક્કામાં જોડાઈ રહેલી યુવતીઓ સાયકલ પર હિમાલયના શિખરો નું આરોહણ કરનાર વયસ્ક નાગરિકો એવા સાહસિકો અને સરકારી નોકરીમાં તાલીમ વર્ગોમાં તાલીમ મેળવી વિવિધ પદો પર નિમણૂક પામનાર યોગીઓનું જાહેર અભિવાદન થયું હતું.
આરંભે ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશ વશી દ્વારા આવકાર અને ઉત્કર્ષમંડળની ઝાંખી એડવોકેટ પરેશ વાટ વેચા એ કરાવી હતી જ્યારે સરકારી તાલીમ વર્ગો ના તજજ્ઞ હિંમતસિંહ પરમાર આ કાર્યક્રમ કર્મયોગી માં ભારતીનું રક્ષણ કરનાર સૈનિકો અને નવસારીને ગૌરવ આપનાર સાહસિકો નો ત્રિવેણી સંગમ છે એમ જણાવ્યું હતું.
ભરૂચ ના એડિશનલ કલેકટર વી જી પટેલ તથા ધામણ ગામના ખેડૂત પુત્ર અને સહકારી આગેવાન જેઠાભાઈ પટેલ તથા મહાવીર ઓઇલ વાળા કાંતિભાઈ શાહે સાહસિક કર્મયોગી અને દેશના રક્ષક બનનાર ભગીનીઓને બિરદાવવા સાથે એક જ મંચ પર અભિવાદનનો ત્રિવેણી રચના એડવોકેટ હરેશ વશી અને ટીમને બિરદાવી હતી.
સરકારી તાલીમ પસંદગી માટે પરિશ્રમ ઉઠાવનાર તજજ્ઞ હિંમતસિંહ પરમાર એ પોતાના વર્ગો દ્વારા 412 વ્યક્તિઓ સરકારના વિવિધ હોદ્દા પર નિમણૂક પામી હોવાનું આનંદ વ્યક્ત કરવા સાથે ઉત્કર્ષમંડળ અને પ્રજાપતિ આશ્રમ ને બિરદાવ્યા હતા.
સાયકલ સાહસિકો એવા આચાર્ય બોમી જાગીરદાર, પરસી સુરતી ડોક્ટર અજય મોદી, શીતલભાઈ શાહ,વિરમભાઈ પીઠાવાલા અને આઇટી પ્રોફેશનલ શીતલ શાહનું હિમાલય 18000 ફૂટ ઊંચા શિખરો પર સાયકલ સાહસિક યાત્રા માટે અભિવાદન કરવામાં આવ્યું હતું.
ભારતીય સૈન્યના વિવિધ વિભાગોમાં પસંદ થયેલા નવસારીની યુવતીઓ કુમારી વૈષ્ણવી આમોળકર મૈત્રી રાઠોડ સંધ્યા રાજાવત અને ખુશી રાજપુત નું જાહેર અભિવાદન થયું હતું સરકારી સેવામાં કર્મયોગી તરીકે પસંદગી પામનાર ખાંભલાના શિક્ષિકા નેહા પટેલ ખેરગામના પ્રભાતસિંહ પરમાર ઓલપાડના સાયરાબાનું વિગેરેનું પણ અભિવાદન સર્વશ્રી રણજીતભાઈ શાહ મરોલી, ગૌતમ મહેતા નવીનભાઈ ધામેચા, હેમલતા વશી, દિનેશભાઈ મિસ્ત્રી, જ્યોતિબેન મિસ્ત્રી, પ્રજ્ઞાબેન વૈદ, શાંતિલાલ પરમાર, સુભાષ દેસાઈ વગેરે દ્વારા થયું હતું કાર્યક્રમનું સુંદર સંચાલન એડવોકેટ પરેશ વાટવેચા અને આભાર વિધિ એડવોકેટ અમરીશ સંગાડીયાએ કરી હતી