નવસારી ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અધ્યક્ષતામાં “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ- પ્રદર્શન” કાર્યક્રમ યોજાયો

નવસારી ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અધ્યક્ષતામાં “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ- પ્રદર્શન” કાર્યક્રમ યોજાયો

પ્રાકૃતિક કૃષિ થકી દેશ ઉન્નત બને, તથા દેશનો પ્રત્યેક નાગરીક સ્વસ્થ અને તંદુરસ્ત બને અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેમજ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાબેન માહલાની ઉપસ્થિતિમાં શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઇ ચીખલી ખાતે “ “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ”-વ- પ્રદર્શન” કાર્યક્રમનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે ઉપપ્રમુખે દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં પ્રતિ માસ રૂપિયા ૯૦૦/- પ્રમાણે સહાય કરે છે. લાભ લેવા ઉપસ્થિત ખેડૂતોને આહવાન કરવામાં આવ્યુ હતુ. તેમજ પરિસંવાદમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં બહેનો હોય નારી શક્તિ દરેક ક્ષેત્રે કેટલી આગળ છે અને આજની કૃષિને માત્ર ને માત્ર નારી જ બચાવી શકે છે એમ કહી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે માહિલાઓને આહવાન કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમમાં નવસારી જિલ્લાના જુદા જુદા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા કુલ-૩૦ ખેડુતોએ પોતાની પ્રોડક્ટ જેવી કે ગૌમુત્ર અને ગોબર દ્વારા તૈયાર થયેલા વિવિધ પ્રોડક્ટ જેવી કે સાબુ, હેરઓઇલ, મધ, આમળા કેન્ડી, રાગી લોટ, રાગી, પાપડી, રાગી બિસ્કીટ, રાગી લાડુ, શાકભાજી, બાગાયતી ફળ, દેશી અનાજ, સરગવો, વિવિધ જાતનું ડાંગર, રતાળુ કંદ, હળદર, હળદર પાઉડર વગેરે વેચાણ કરવામાં આવ્યું હતું. તેમજ કૃષિ સંલગ્ન વિભાગો, વનવિભાગ વગેરે વિભાગોના યોજનાકીય સ્ટોલનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતુ.

“પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ”-વ- પ્રદર્શન” માં પ્રાકૃતિક કૃષિના ઋષિ એવા પરીમલભાઇ પટેલ, હેમંતભાઇ પટેલ, વિપિનભાઇ નાયક, મનુભાઇ પટેલ, લક્ષ્મીબેન પટેલ, રેખાબેન પટેલ એમના વક્તવ્યમાં પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કે.વિ.કે. નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. કે.એ.શાહે પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનીક ઢબે માહિતી આપી ખેડુતોને લાભાન્વિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં માજી. ખેત ઉત્પાદન અને સિંચાઇ સમિતિ અધ્યક્ષ પરિમલભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઇ પટેલ, રમીલાબેન પટેલ કાર્યકારી અધ્યક્ષ શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત નવસારી, અગ્રણી સંજયભાઇ બિરારી, જિલ્લા ખેતી અધિકારી ડો. અતુલ ગજેરા, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) પરેશભાઇ કથીરીયા, મદદનીશ ખેતી નિયામક (પા.સં) ચીખલી નિલેશભાઇ ગામીત, મદદનીશ ખેતી નિયામક (એગ્રો.) વાંસદા પરેશભાઇ કોલડીયા તેમજ મદદનીશ ખેતી નિયામક (પા.સં.) વાંસદાના પ્રફુલભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *