
નવસારીના રામજી મંદિર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો
- Local News
- August 19, 2023
- No Comment
નવસારી જિલ્લા વહિવટીતંત્ર પ્રેરિત આર્ટ ઓફ લિવીંગ પરિવાર દ્વારા આયોજીત મેગા બ્લડ ડોનેશન કેમ્પ આજરોજ રામજીમંદિર, દુધિયા તળાવ ખાતે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય લઘુમતી આયોગના ઉપાધ્યક્ષ કેરસી દેબુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, રક્તદાન કરવુ બીજા લોકો માટે પણ અનેક રીતે ફાયદાકારક છે તેમજ રક્તદાતાના સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુને વધુ લોકો આવી રકતદાન કરે તેમ જણાવી, મિત્ર વર્તુળ, સગાસબંધીઓને કેમ્પ વિશે જાણકારી આપી બ્લડ ડોનેશન કરવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે કલેકટરે નવા રકતદાતાઓને અવકાર્યા હતાં અને કાયમી રકતદાન કરનાર દાતાઓને બિરદાવ્યા હતાં.આ બ્લડ ડોનેશન કેમ્પમાં કલેકટર, પ્રાંત અધિકારી આર.આર.બોરડ, ચીફ ઓફિસર જે.યુ.વસાવા, પ્રાથમિક શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે પણ રકતદાન કર્યુ હતું.