જલાલપોર તાલુકાની પ્રેગ્નેટ યુવતીને તરછોડતા ૧૮૧ અભયમ ટીમ વ્હારે આવી

જલાલપોર તાલુકાની પ્રેગ્નેટ યુવતીને તરછોડતા ૧૮૧ અભયમ ટીમ વ્હારે આવી

લગ્ન વગર શારિરીક સબંધ રાખવાં અને પાછળ થી પસ્તાવાનો વારો આવે ત્યારે ઘણું મોડું થાય છે યુવતીઓ માટે લલબત્તી સમાન એક આવો કિસ્સો છે જે મુજબ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના એક ગામમાંથી યુવતીએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી મદદ માંગી હતી.

૧૮૧ અભયમ ટીમને મળતી માહિતી મુજબ યુવતી એક યુવકના પરિચયમાં હતાં.યુવતીને યુવક તરફ થી લગ્નની ખાત્રી મળતા શારિરીક સબંધ રાખતા જેથી યુવતી પાંચ માસની પ્રેગ્નેટ થઇ હતી. આ બાબતની જાણ યુવકને થતા તેણે જણાવેલ કે તેની બહેનના લગ્ન થાયપછી આપણે લગ્ન કરીશું હાલમાં તુ ઓર્બોશન કરાવી લે. પરતું આ પ્રયાસ પણ નિષ્ફળ નિવડતા યુવતી મૂશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. હવે પરિવાર અને સમાજ ને શું જવાબ આપશે. જેથી યુવતીને આખરી ઉપાય તરીકે ૧૮૧ મહિલા હેલ્પલાઇન ને મદદ કરવા વિનંતી કરી હતી.

અભયમ નવસારી ટીમ દ્વારા યુવકને જણાવ્યું કે, લગ્ન ની લાલચ આપી શારિરીક સબંધ રાખવાં અને જવાબદારોમાંથી છટકી જવુ એ કાયદાકીય અને સામાજિક અપરાધ છે જેની સજા થઇ શકે છે. અભયમ ટીમે વડીલો અને ગામના સરપંચશ્રીને સાથે રાખી વિગતે ચર્ચા કરતા યુવકે યુવતીને પત્ની તરીકે સ્વીકારવા સંમતિ આપી હતી. જેઓ બને અલગ થી મકાન ભાડે રાખી રહેશે.

આમ અભયમ દ્વારા યુવક પાસે લેખીત જવાબદારી સ્વીકારી યુવતીને પત્નીનો દરજ્જો આપવા સંમત આપી હતી. યુવક યુવતી ને પોતાની સાથે રહેવા લઇ ગયેલ જેથી યુવતી ને ખુબ રાહત થઇ હતી. ૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમે કરેલી મદદથી યુવતીએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *