કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારીમાં તા.૨૩થી ૨૫ ઓગસ્ટ દરમિયાન આયોજન સરકારના વિવિધ વિભાગ પણ સ્ટોલ દ્વારા આપશે માહિતી

કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારીમાં તા.૨૩થી ૨૫ ઓગસ્ટ દરમિયાન આયોજન સરકારના વિવિધ વિભાગ પણ સ્ટોલ દ્વારા આપશે માહિતી

કેન્દ્ર સરકારના “૯ વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ”ની વિવિધ યોજનાઓની એક જ સ્થળેથી માહિતી આપવા માટે ત્રણ દિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે.

સરકારની સિદ્ધિઓ અને સફળતા જન જન સુધી પહોંચડવા માટે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં નવસારીના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે કેન્દ્ર સરકારના “૯ વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ”ની વિવિધ યોજનાઓની એક જ સ્થળેથી માહિતી મળે એ માટે તા. ૨૩થી ૨૫ ઓગસ્ટ ત્રણ દિવસ મલ્ટીમીડિયા ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું તા.૨૩ નાં સવારે ૧૧-૦૦ વાગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ/ મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવશે.

આ કાર્યક્રમની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે જિલ્લા સેવા સદન, જુનાથાણા ખાતે આજરોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ એસ ગઢવીના હસ્તે પ્રચાર અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સહાયક માહિતી નિયામક યજ્ઞેશ ગોસાઈ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમજ અડદા ગામ સ્થિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં વિવિધ વર્ગના વિદ્યાર્થીઓ માટે “એક ભારત શ્રેષ્ઠ ભારત” વિષય પર વકતૃત્વ સ્પર્ધા, “બેટી બચાઓ બેટી પઢાઓ” પર નિબંધ અને “સ્વચ્છ ભારત” વિષય પર ચિત્રકળા સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ ત્રણ દિવસીય મલ્ટીમીડિયા ચિત્ર પ્રદર્શનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેમ કે નશાબંધી ખાતુ, આરોગ્ય, જિલ્લા ગ્રામિણ વિકાસ અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટ પોતાના વિભાગની કામગીરી અને કલ્યાણકારી યોજનાઓ વિશે સ્ટોલ તૈયાર કરી માહિતીનું પ્રદર્શન પણ કરશે. આ પ્રદર્શન તા.૨૩ થી ૨૫ ઓગસ્ટ દરમિયાન સવારે ૧૦-૦૦ થી સાંજે ૧૮-૦૦ વાગ્યા સુધી લોકોને નિ:શુલ્ક જોવા મળશે એવી માહિતી ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાની યાદી જણાવે છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *