માનવ કલ્યાણ ટ્રસ્ટ નવસારીના આદ્યસ્થાપક સ્વ. મહેશભાઈ કોઠારીને 12મી પૂણ્ય તિથિએ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા
- Local News
- August 24, 2023
- No Comment
નવસારીમાં 6 એપ્રિલ 1931 ના દિવસે જન્મેલ મહેશભાઇ સવજીભાઈ કોઠારી જાહેર જીવનમાં નામના મેળવનાર મહેશભાઇ સવજીભાઈ કોઠારી નું 24 ઓગસ્ટ 2011ના દિને સ્વર્ગવાસ થયો હતો. તેમની આજરોજ 12મી પુણ્યતિથિ છે. આમ તો મૂળ ખાદી ધારી સ્વ. મહેશભાઇ કોઠારીની રાજનીતિથી માંડીની વિવિધ ક્ષેત્રે મહત્વની ભૂમિકા રહી હતી.

પરંતુ તેમના ભાઈ પ્રવિણભાઈ સવજીભાઈ કોઠારી ધ્વારા આવા દિવ્યાંગ બાળકો માટે કંઈક કરવું એવું સ્વપ્ન જોનાર તેમજ વિચાર કરનાર તેને સાકાર કરવા તેમણે આજીવન કુંવારા રહી પોતાનું સર્વસ્વ જીવન અને તેમા પણ ખાસ કરી ને જીવન છેલ્લા 20 જેટલા વર્ષ તો લગભગ દિવ્યાંગો માટે જ સમર્પિત કર્યા હતા. સ્વ. મહેશભાઇએ સને 1970માં માનવ કલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી પોતાનું જીવન પાછલા વર્ષોમાં મૂકબધિરો, દિવ્યાંગોને અને અંધ બાળકોને સમર્પિત કર્યું હતું.
શરૂઆતમાં નાના પાયાથી શરૂ કરેલ સંસ્થા અને લોકોના સાથ અને સહકાર થી છેલ્લા કેટલાક વર્ષોમાં અદભૂત વિકાસ, સુવિધાઓ થકી માત્ર દેશમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ‘મમતા મંદિરે’ નામના મેળવી છે. નવસારીના એરૂ રોડ ઉપર કાર્યરત એવી આ સંસ્થાનો 600 જેટલા બાળકો લાભ લઇ રહ્યાં છે. તેમજ ડાંગ જિલ્લા ના અંતરિયાળ શિવારીમાળમાં પણ અંધજન શાળા શરૂ કરી હતી. આ સંસ્થાનો પણ અનેક દિવ્યાંગ વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યાં છે.
સ્વ.મહેશભાઇ કોઠારી ધ્વારા વિજલપોર ખાતે સ્થાપેલ માનવ કલ્યાણ ટ્રસ્ટ નામની સંસ્થા દેશના ટોચના નેતા સાથે ઘરોબો રહ્યો હતો મહેશભાઇ કોઠારી શરૂઆતના વર્ષોમાં જાહેરજીવન સાથે પણ જોડાયેલા રહ્યા હતા. તેમને પંડિત જવાહરલાલ નહેરુ સાથે ગાઢ સંબંધો હતા અને 1961ના અરસામાં વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને નવસારી પણ લાવ્યા હતા.
તેમજ આ ઉપરાંત તેઓ ને ઈન્દિરા ગાંધી, મોરારજી દેસાઇ સાથે પણ સંબંધો હતા. વિનોબા ભાવે થી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેમના ભૂદાન પદયાત્રામાં પણ જોડાયા હતા. સ્વ.મહેશ કોઠારીને રક્તદાનમાં પણ કામગીરી હતી. તેમને અનેક એવોર્ડ પણ મળ્યા હતા. મમતા મંદિર ખાતે અનેક તત્કાલીન રાજ્યપાલો એ પણ મુલાકાત લીધી છે તથા મુખ્યમંત્રી તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધ્વારા આ સંસ્થાની બે વખત મુલાકાત લીધી હતી.

માનવ કલ્યાણ ટ્રસ્ટ નવસારીના સ્વપ્નદ્રષ્ટા, સ્થાપક સ્વ. મહેશભાઈ કોઠારીની 12મી પુણ્યતિથિએ મમતા મંદિરના મૂક-બધિર; મનો દિવ્યાંગ દેવબાળો, સંસ્થાના કર્મચારીઓ, ટ્રસ્ટીઓ અને સ્વજનો દ્વારા એમનું સ્મરણ કરી ઋણભાવ અનુભવતા પ્રાર્થના, ભજનો દ્વારા ભાવભીની અંજલિ આપવામાં આવી. સ્વ.મહેશભાઇએ સેવાની ભાવના અને ગુણો જેમની પાસેથી મેળવ્યા, એ એમના કાકા, સ્વ મણીભાઈ કોઠારીની અમૃત મહોત્સવ નિમિતે થયેલ મરણોત્તર સન્માનની વાતો કરતાં સંસ્થાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈએ મહેશભાઇ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. પુણ્યતિથિની શ્રધ્ધા સભર ઉજવણી પ્રેરણાદાયી અવસર બની રહ્યો હતો.

આ અવસરે એમના પરિવારના સ્વજનો તથા એમની સાથે ઋણાનુબંધથી જોડાયેલ સૌ સ્નેહીજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સંસ્થાના મંત્રી વિરાટભાઈ કોઠારી પણ તેમના કાકા સ્વ.મહેશભાઈ કોઠારી પગલે ચાલી આ દિવ્યાંગ બાળકો ની સાર સંભાળ લઈ રહ્યા છે.અને સંસ્થા જયપ્રકાશભાઈ મહેતા એ સ્વ. મહેશભાઈ કોઠારીના ગુણાનુંવાદની ઝાંખી કરાવી તથા એમના જીવનમાંથી પ્રેરણા લઈ સેવાકાર્યો કરવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.
