
નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
- Local News
- August 24, 2023
- No Comment
નવસારી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં ૦૮ જેટલા અરજદારોએ જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય રજુઆતમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે પાર્કિંગ ખુલ્લુ કરવા બાબત, નામ સુધારણા, સરકારી પડતર ખરાબાની જગ્યા મંજૂર કરેલ, સ્ટોક રજીસ્ટ્રેશન બાબત, રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર કારખાના દૂર કરવા બાબત, બારોબાર રકમ પચાવી પાડનાર સામે આરોપી સામે કાર્યવાહી, પ્રતિબંધિત ઝાડ પરવાનગી વિના કાપવા બાબત અને રસ્તા બાબત સહિતના પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને શાંતિથી સાંભળ્યા હતાં. અને તેમના પ્રશ્નોનો ઝડપથી નિકાલ માટે સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ કાર્યક્રમમાં મોટાભાગના પ્રશ્નોનો મહદ્અંશે હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, મદદનીશ કલેકટર ઓમકાર શિંદે, નિવાસી અધિક કલેકટર કેતન જોશી સહિત સંબંધિત મામલતદારો, કર્મચારીઓ અને જિલ્લાના અરજદારો આ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.