
નવસારી જિલ્લા કક્ષા શાળાકિય “સાયક્લિંગ સ્પર્ધા 2023” યોજાઈ
- Sports
- September 3, 2023
- No Comment
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર તથા નવસારી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી તથા સર સી.જે.એન. ઝેડ. મદ્રેસા હાઇસ્કુલ ના કન્વીનરશીપ હેઠળ આજરોજ અન્ડર 14, અન્ડર 17 અને અન્ડર19 ની શાળાકિય રમતોત્સવ સાયકલિંગ સ્પર્ધા એરૂ ચાર રસ્તા થી ઓંજલ તરફ જતા 20 કિલોમીટર 10 કિલોમીટર અને 05 કિલોમીટર અનુક્રમે સાયકલ રેસ યોજાઈ હતી.
નવસારી જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો હતો અને નવસારી પોલીસ ના એસ્કોટીંગ તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ના કોચીઝો ના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્પર્ધા વિચારો રૂપે પાર પડી હતી. શાળાના આચાર્ય મર્ઝબાન પાત્રાવાલાએ ફેલગઓફ કરી સાયકલ સ્પર્ધાની શરૂઆત કરાવી હતી.
અન્ડર ૧૪ ભાઈઓમાં મહેતા તત્વ ચિંતન, ડિવાઈન સ્કુલ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતા. અન્ડર ૧૭ ભાઈઓમાં પટેલ જસ જયેશભાઈ એબી સ્કૂલ પ્રથમ ક્રમ તથા મન્સૂરી તોફિક જબ્બાર, મદ્રેસા હાઇસ્કુલ બીજો ક્રમ, અને કુરીલ દેવ શ્યામ પ્રકાશ, ટાટા સ્કુલ, ત્રીજા ક્રમે ઉપસ્થિત રહ્યા હતા.
અન્ડર ૧૯ ભાઈઓમાં પ્રથમ ક્રમે પટેલ તેજ ચેતનભાઈ, અગ્રવાલ સ્કુલ, બીજા ક્રમે મદ્રેસા હાઇસ્કુલના રાઠોડ ક્રિશ હિતેશભાઈ તથા ત્રીજા ક્રમે રાઠોડ તન્વીર રાજેશભાઈ રહ્યા હતા. વિજેતા ખેલાડીઓને જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્પેશભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા
આગામી સમયમાં રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનુ નામ રોશન કરે એવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. સ્પર્ધા દરમિયાન નવસારી પોલીસ ના જવાનો તથા નવસારી જિલ્લા આરોગ્ય ની ટીમે ઉપસ્થિત રહી હતી. તથા શિક્ષક રાજેશ પટેલ, ઉમેશ પટેલ, ઝાલા જયદિપ અને સાકિર દુધાએ પોતાની સેવા પૂરી પાડી હતી.