નવસારી શહેર ખાતે ખેલો ઈન્ડિયા મહિલા લીગ ગુજરાત અંતર્ગત રાજ્ય કક્ષાની પ્રથમ વખત મહિલા સ્ટેટ વેઈટ લિફ્ટિંગ સ્પર્ધા યોજાઈ 

નવસારી શહેર ખાતે ખેલો ઈન્ડિયા મહિલા લીગ ગુજરાત અંતર્ગત રાજ્ય કક્ષાની પ્રથમ વખત મહિલા સ્ટેટ વેઈટ લિફ્ટિંગ સ્પર્ધા યોજાઈ 

  • Sports
  • August 27, 2023
  • No Comment

ભારતભરમાં 20 શહેરમાં યોજાઈ રહેલ મહિલા વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2023 ગુજરાત રાજ્યમાં નવસારી યજમાન બન્યું

આજના ટેક્નોલોજી સમયમાં ઈલેક્ટ્રોનિક ગેઝટ વપરાશ ન કરી યુવાનોમાં છુપાયેલ અનોખી તાકાત બહાર લાવવા માટે ભારત સરકાર દ્વારા ખેલ પ્રત્યે જાગૃતિ લાવવા અને સ્વાસ્થ્ય મજબૂત બને તેવા તેમજ યુવાનોમાં રહેલી ખેલ પ્રતિયે પ્રતિભા બહાર આવે પોતાનામાં રહેલ ખેલ પ્રતિભા થકી પોતાનું નામ તેમજ શહેરનું નામ, રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષા ખેલ પ્રદર્શન કરી વિજેતા થઈ નામ રોશન કરે તે ઉદ્દેશથી ખેલો ઇન્ડિયા ચેમ્પિયનશિપની શરૂઆત કરવામાં આવી છે.

જેમાં આજરોજ નવસારી ખાતે વીમન્સ લીગની વેટ લીફ્ટિંગ ચેમ્પિયનશિપ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના 20 રાજ્યોમાં આ ચેમ્પિયનશિપ યોજાય છે જે પૈકી ગુજરાત રાજયમાં નવસારી જિલ્લાને યજમાન પદ આપવામાં આવ્યું હતું.

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારત સરકાર,સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા,ઇન્ડીયન વેઇટ લીફ્ટિંગ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ વેઈટ લીફ્ટિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ખેલો ઇન્ડિયા હેઠળ મહિલાઓને રમતગમતના માઈલસ્ટોન હાંસલ કરવા પ્રેરણા આપવામાં આવી છે જેને લઇને વિમેન્સ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2023 નું આયોજન નવસારીની સર સી.જે. એન.ઝેડ. મદ્રેસા હાઈસ્કૂલમાં એફ. એમ. કાંગા એસેમ્બ્લી હોલ,નવસારી – ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું.

તેમાં રાજ્ય ના જુદા જુદા આઠ જિલ્લાઓ 81મહિલા સ્પર્ધકોએ આ ચેમ્પિયન શીપમાં ભાગ લીધો હતો.ગુજરાત રાજ્ય માં પ્રથમ વખત રાજ્ય કક્ષા સ્પર્ધાનું આયોજન કેન્દ્ર સરકાર સ્પોર્ટ્સ ઓથોરીટી મંત્રાલય તેમજ ગુજરાત સ્ટેટ ફેડરેશન વેઈટ લિફ્ટિંગ સહયોગ થકી આ મહિલા વેઈટ લિફ્ટિંગ આયોજન નવસારી ખાતે કરવામાં આવ્યું હતું.

આ ચેમ્પિયનશિપ 3 કેટેગરી માં યોજવામાં આવી હતી જેમાં ગુજરાતના વિવિધ જિલ્લા માંથી આવેલી 81 યુવતીઓએ જુનિયર કેટેગરી 17 વર્ષીય યુવતી 20વર્ષ સુધીની યુવતી અને 20 પ્લસ લઈ 26 વર્ષ યુવતીઓને સિનિયર કેટેગરીમાં વેઇટ લિફ્ટ કર્યું હતું.

આ વેઈટ લિફ્ટિંગ રમતમાં ત્રણ વખત તક મળે છે જેમાં સ્નેચ કરવું પડે છે. આ ચેમ્પિયનશિપમાં વિજેતા યુવતીઓને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવાનો તક મળશે. રાજ્યના નવસારી, વલસાડ, વડોદરા,જામનગર સુરત શહેર, સુરત ગ્રામ્ય સહિત અન્ય જિલ્લાઓ શાળા તેમજ કોલેજ વિધાર્થીનિઓ અલગ અલગ વિભાગમાં રહી ભાગ લીધો હતો.

આ વેઈટ લિફ્ટિંગ કાર્યક્રમ શરૂઆત જેના ઉદ્ઘાટન પ્રસંગે સમારંભ ના પ્રમુખ તરીકે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ, ભારત સરકારના ઉપાધ્યક્ષ કેરશી દેબુ, મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મંત્રી શીતલબેન સોની, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના બક્ષીપંચ મોરચાના મહામંત્રી ડો. સનમ પટેલ, ગુજરાત સ્ટેટ વેઈટલીફટીંગ એસોસીએશન ના મંત્રી ડો મયુર પટેલ, સહ મંત્રી અમિતસીંગ રાઠોર, નવસારી વેઈટલીફટીંગ એસોસીએશન ના પ્રમુખ ડો. રૂસ્તમ સદરી અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ગાંધીનગર ના જગનારાયણ સીંગ નિરીક્ષક સહિતના મહેમાનો આ સ્પર્ધા ઉપસ્થિત રહ્યા હતા.

સ્પર્ધામાં ઓફીશીયલ્સ તરીકે ગુજરાત સ્ટેટ વેઈટલીફટીંગ એસોસીએશન ની ટીમે ફરજ બજાવી હતી. ઉદ્ઘાટન સમારંભ નું સંચાલન આચાર્ય બોમી જાગીરદાર તેમજ સમગ્ર સ્પર્ધાનું સુચારુ સંચાલન ગિરીશભાઇ મિસ્ત્રી અને અમિત કલસરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાને અંતે વિજેતા ખેલાડી બહેનોને મહેમાનો દ્વારા સ્પર્ધામાં ભાગ લેવા બદલ તેમજ વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાની પૂર્ણાહુતિ રાષ્ટ્રગીત ગાઈ ને કરવામાં આવી હતી.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *