
નવસારી આદિનાથ જૈન સંઘ દ્વારા સમસ્ત જૈન સંઘોના સથવારે પૂજ્ય પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ ની 12મી પુણ્યતિથિ નિમિત્તે સંવેદના સભર સેવા યજ્ઞ યોજાશે
- Local News
- August 25, 2023
- No Comment
અમદાવાદ અને નવસારીમાં તપોવન સંસ્થાના સ્થાપક અને જૈનોના જાણીતા રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની શનિવાર તારીખ 26 ઓગસ્ટના રોજ 12મી પુણ્યતિથિ નિમિત્તે આદિનાથ સંઘ અને અન્ય જૈન સંઘના સથવારે ચંદ્રજીત વિજયજી મહારાજ સાહેબ અને ઇન્દ્રજીત વિજયજી મહારાજ સાહેબના માર્ગદર્શનમાં સમગ્ર નવસારીમાં કરુણા સબર એવી અંદાજે 25 થી 30 લાખની કિંમત નો સેવાયજ્ઞ યોજાશે
આ પ્રસંગે પૂજ્ય ચંદ્રશેખર મહારાજને શ્રદ્ધાંજલિ આપવાના પ્રતિક રૂપે 3000 જેટલા બાળકો તેમજ જરૂરિયાતમંદ શ્રમજીવીઓ ને વિશેષ ટિફિન મીઠાઈ અને ફરસાણ જોડે આપવા સાથે દરેક ટિફિનમાં યથાયોગ્ય રોકડ પણ અર્પણ થશે આ નિમિત્તે પાંજરાપોળની ગૌશાળાઓમાં રોટલા અને ગોળ આપવામાં આવશે એમ જૈન અગ્રણી કમલેશ માલાણી હેમેન્દ્ર શાહ અને જયેશવસ્તુપાલ શાહ કાલીયા વાડી વગેરે જણાવે છે.
આજે પત્રકારોને માહિતી આપતા પૂજ્ય ચંદ્રશેખર મહારાજના શિષ્ય રત્ન મહારાજ સાહેબે જણાવ્યું કે વિરાટ પ્રખર રાષ્ટ્રવાદી સંતનો પુણ્યતિથિ મહોત્સવ કરુણા સંવેદનાને સેવાનો ત્રિવેણી રચશે પત્રકાર પરિષદ ટાણે રણજીત શાહ મરોલી પ્રકાશાવ વરદાન સીએ સુનીલ શાહ દિવ્યેશ મધાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.