ઘેલખડી પી.એચ.સી.મા ટીબી પેશન્ટને પૌષ્ટિક આહાર કીટનું વિનામૂલ્યે વિતરણ કરાયું
- Local News
- September 26, 2023
- No Comment
લાયન્સ ક્લબ નવસારી તેમજ લાયન્સ ક્લબ ગણદેવી જીલ્લા ક્ષય નિવારણ મંડળ અને જીલ્લા ક્ષય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે પી.એચ.સી.ઘેલખડીમાં ટી.બી.દદીઓને પૌષ્ટિક આહારના કીટનું વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ મંડળના પ્રમુખ પરેશભાઈ અર્ધ્વર્યુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ અવસરે કલબ પ્રમુખો નવસારીના સમકિતભાઇ, ગણદેવીના પિતિબેન પ્રજાપતિ, પોજેકટ ચેરમેન મહેનદ શાહ, કોચેરમેન રાજસીબેન ખરાડી, મેડીકલ ઓફીસર ડો ધવલભાઇ રાઠોડ, ડો. હિનલબેન પટેલ, નવનીતભાઇ છત્રાણી ખયાતિબેન કિરિટસિહ ગોહિલ, શીલાબેન પટેલ ઉપસ્થિત રહયા હતાં.