નવસારી જિલ્લાના વડા મથક નવસારી ખાતે ગણેશ વિસર્જન માટે 1900 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
- Local News
- September 28, 2023
- No Comment
સમગ્ર નવસારી જિલ્લામાં જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ ના નેતૃત્વમાં ચાર ડીવાયએસપી 18 પોલીસ ઇન્સ્પેક્ટર 22 પીએસઆઇ 676 પોલીસ કર્મીઓ 550 હોમગાર્ડ 538 જીઆરડી અને 92 એસઆરડી વગેરે મળી 2000 થી વધુ વિસર્જન ફરજ બજાવશે નવસારી જિલ્લા કલેકટર અમિત યાદવજી દ્વારા સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા માટે પોલીસ તંત્ર મહેસૂલતંત્ર અને સેવા સંગઠનો જોડે સંકલન થઈ રહ્યું થયું છે. જિલ્લાના અધિક નિવાસી કલેકટર કેતન જોશી અને ટીમ પણ જિલ્લાના કાયદો વ્યવસ્થા પર મોનિટરિંગ કરશે. નવસારી સમસ્ત ગણેશ મંડળ સંગઠનના પ્રમુખ નરેશ ઢીમ્મર, મુકેશ પટેલ, યોગેશ ચાનપુરા, પ્રવિણ મરાઠી સહિત અનેક સેવાભાવીઓ મોડી રાત સુધી ખડે પગે સેવા બજાવશે.

નવસારી જિલ્લામાં નવસારી પાલિકા ટીમ બીલીમોરા પાલિકા ટીમ ગણદેવી પાલિકા ટીમ તેમજ ચીખલી વાંસદા અને ખેરગામમાં પણ સ્થાનિક સેવાભાવી સંગઠનો જોડે સંકલન દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી લેવામાં આવી છે. નવસારી થી સુરત બારડોલી અને મુંબઈ આવવા જવા હાઇવે નો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. નવસારી થી સુરત બારડોલી અને મુંબઈ જવા માટે વાહન ચાલકોએ લુન્સીકુઈ થી દશેરા ટેકરી થઈ સુરત કે બારડોલી તેમજ બીલીમોરા ગણદેવી ચીખલી સાપુતારા તેમજ મુંબઈ જવા માટે ઇટાળવા તરફથી નેશનલ હાઈવે તરફ જવાનો આદેશ અપાયો છે.
નવસારી શહેર વિસ્તારમાં 4,000 થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થશે. જ્યારે જલાલપુર વિભાગમાં સંતોષી માતા ઓવારો અને દાંડી તથા ઉભરાટ ખાતે દરિયામાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થશે તેમજ નદી નજીકના ગામો પણ પોતપોતાના નજીક પરંપરાગત ગણેશ વિસર્જન કરશે કરશે
ચીખલી ખાતે કાવેરી નદીના રિવરફ્રન્ટ પર ગણેશ વિસર્જન થશે બીલીમોરા શહેરમાં 200 જેટલા પોલીસકર્મીઓ ફરજ પરસતી દાખવશે.