નવસારી કોંગ્રેસ ધ્વારા પત્રકાર પરિષદ બોલાવી નવસારી વિજલપોર નગરપાલિકામાં લાખોનો ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપો કર્યા

નવસારી કોંગ્રેસ ધ્વારા પત્રકાર પરિષદ બોલાવી નવસારી વિજલપોર નગરપાલિકામાં લાખોનો ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપો કર્યા

નવસારી વિજલપોર પાલિકા માં જન કલ્યાણના કામોમાં લઈ મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપો નવસારી કોંગ્રેસ ધ્વારા બોલાવેલી પત્રકાર પરિષદમાં વિદ્વાન ધારાશાસ્ત્રી રાજન જોશી અને તજજ્ઞ તેમજ ધારાશાસ્ત્રી પ્રતાપસિંહ મહિડાએ પણ નગરપાલિકા ધ્વારા થયેલ કામગીરીઓ ઉપર આક્ષેપ કર્યા છે.

પ્રવકતા રાજન જોશી એ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે નવસારી વિજલપોર પાલિકામાં લાઈટ રોડ અને બ્લોક ના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. નવસારી વિજલપોર નગરપાલિકા માં નગરસેવકોની 52 સીટમાંથી ખોબલે ખોબલે પ્રજાજનોએ મતો આપી ને 51 જેટલા ભાજપના નગરસેવકોને વિજય બનાવવા છે. તેની સામે માત્ર 1 મહિલા સભ્ય કોંગ્રેસ પક્ષની ચૂંટાયેલ આવેલ છે. કોંગ્રેસ પક્ષનો વિરોધ પક્ષ તરીકે પાલિકામાં અઢી વર્ષથી લગભગ અવાજ ન સંભળાઈ રહ્યો છે.

ત્યારે ગતરોજ નવસારી વિજલપોર પાલિકાના ભાજપ ના વહીવટ સામે પ્રથમવાર આર.ટી.આઇ થકી મળેલ માહિતી તેમજ તે અંગે ચકાસણી કરીને લઇ કોંગ્રેસ અગ્રણીઓ પત્રકારો સમક્ષ આવ્યા હતા.નવસારીના લોકોની મૂળભૂત પાયાની જરૂરિયાતો અને સ્વચ્છ વહીવટ નગરપાલિકા આપી શકી નથી?! નવસારી વિજલપોર નગરપાલિકા માં  ચાલી રહેલ વહીવટને લઈ નવસારી શહેરીજનો લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. સવાલોનો સવાલ એ છે કે ભાજપના જુવાળ થકી સત્તાના જોરે ચૂંટાઈ આવેલા ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો માંથી નવસારી પ્રદેશની ભૂમિ માટે કેટલાના હૈયે પ્રેમ છે ખરો?! કેટલાના દિલમાં નગરસેવક તરીકેની ફરજ પરસ્તી દાખવી છે?! તે હવે નવસારી શહેરની જનતા હવે જાણી ચૂકી છે.

આર.ટી.આઈ માં મળેલ માહિતીઓ તેમજ જરૂરી ચકાસણી કરી  પત્રકાર પરિષદ માં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રવકતા તરીકે હું રાજન જોશી જવાબદાર નિવેદનો અને આક્ષેપ કરું છું લાઈટ ના ટેન્ડરમાં શરત મુજબ કામગીરી ન થતા ડુપ્લીકેટ લાઈટો નાખવામાં આવી છે. લાખો રૂપિયાના ભષ્ટાચાર આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યો છે.

 

નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રવકતા રાજન જોશીએ પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું હતું કે નવસારી વિજલપોર નગરપાલિકા માં બ્લોક પેવિંગના કામ ધારાધોરણ મુજબ થયા નહીં અને ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો હતો.આ બાબતે આર.ટી.આઈમાં મળેલ નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા જારી ઓર્ડર, પ્રાદેશિક કમિશ્નર કચેરીના પત્રો, વિદ્યુત વિભાગ દ્વારા પાલિકાને ચકાસણી માટે કરેલા ઓર્ડર વિગેરે પણ રજૂ કર્યા હતા.

કોંગ્રેસ ધારાશાસ્ત્રી પ્રતાપસિંહ મહિડાએ પણ જુદા જુદા કામગીરીઓ લઈ સંબોધન કર્યું હતું.પત્રકાર પરિષદમાં રાજન જોશી કહ્યું હતું કે જે શરતો થકી કામગીરીઓ માટે જરૂરી શરતોનું પાલન કરવું જોઈએ તે કર્યું નથી તેમ પણ તેઓએ જણાવ્યું હતું.

પત્રકાર પરિષદ માં વધુ માં જણાવ્યું હતું કે લાઈટ અંગેના બિલમાં એક ટકા ટેસ્ટીંગ ચાર્જ પણ કરવામાં આવ્યું નથી. જરૂરી રાજ્ય સરકારના અધિકારીની મંજૂરી પણ નથી રોડના કામોમાં અનીતિપૂર્વક કામો થયા છે રોડના નિભાવ કાર્યમાં પણ ભારે અસમાનતા જોવા મળે છે પત્રકારો દ્વારા પ્રવક્તા રાજન જોશી ને લાઈટ અંગે ના દાવા સવાલ પૂછવામાં આવ્યો હતો તેના જવાબમાં તેઓ કહ્યું કે  લાઈટ ડુપ્લીકેટ હોવાનો દાવો સાચો છે અને પાલિકા ધારે તો મને બદનક્ષીના દાવામાં આરોપી બનાવી શકે તે માટે હું તૈયાર છું.

નવસારીના એક નાગરિક આજ રીતે ઘનશ્યામ પટેલે પણ બ્લોક પેવિંગના કામોમાં ગોટાળા અને બેદરકારી અંગે વિજિલન્સ કમિશનર પાસે આક્ષેપો કર્યા છે.આ પત્રકાર પરિષદમાં ભૂતપૂર્વ પાલિકા પ્રમુખ એ ડી પટેલ, કોંગ્રેસી આગેવાન દીપકભાઈ બારોટ; તજજ્ઞ અને સિનિયર ધારાશાસ્ત્રી પ્રતાપ મહિડા કોંગ્રેસ અગ્રણી કેરમાન પટેલ વિગેરે કોંગ્રેસી અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસી આગેવાનો ધ્વારા થયેલ ભ્રષ્ટાચાર,નિયમભંગના કરાયેલા આ આક્ષેપો 

• લાઇટમાં ટેન્ડરની શરત મુજબ 60 વોલ્ટ કેટેગરી 3 ફિલિપ્સ અથવા ક્રોમ્પટનનાંખવાની હતી, તેના બદલે ફિલિપ્સના લેબલવાળી ડુપ્લીકેટ નાંખી.

•લાઇટ અંગેના બીલમાંથી 1 ટકા ટેસ્ટીંગ ચાર્જ કપાયો પણ ટેસ્ટીંગ જ ન કરાયું.

•લાઇટના કામ માટે બચત ગ્રાંટમાંથી રિજનલ કમિશ્નરની મંજૂરી જરૂરી હતી પણ મંજૂરી ન લેવાઇ.

• નવસારીશહેર ના રોડના કામ ઓક્ટોબર-2021માં 6.9 ટકા ઉંચા ભાવે અને સપ્ટેમ્બર-2022માં 15.15 ટકા ઉંચા ભાવે મંજૂર તો કર્યા પણ

•36 માસના ડિફેક્ટ લાયાબિલિટી પરિપત્રના ધોરણનું પાલન નથી કરાયું

• રોડ રીસ્રફેસીંગ કરવા કરોડો રૂપિયા ખર્ચાયા ત્યારે રોડ પર જ ચોમાસામાં વધુ લાખો રૂપિયાના બ્લોકપેવિંગ કરી 58 લાખ રૂપિયાનો દુર્વ્યય કર્યો.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *