
ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાન માટે ખેરગામ ખાતે ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો
- Local News
- October 7, 2023
- No Comment
નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાનના શુભ આશયથી ખેરગામ તાલુકા ખાતે ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો હતો. જેમાં કુલ ૧૨૮ સખીમંડળને કુલ રૂ।.૨૯૮.૦૦ લાખના ધિરાણના કેશ ક્રેડીટ ચેકનું વિતરણ કરવામાં આવ્યુ, તથા સારી કામગીરી બદલ ત્રણ બ્રાન્ચ મેનેજરશ્રીઓને તથા દશ બેંક મિત્રને અને બે બેંક સખીને સન્માન પત્ર તથા નવા બેંક મિત્રને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા લાઇવલીહુડ મેનેજર,તાલુકા લાઇવલીહુડ મેનેજર, બ્રાન્ચ મેનેજરો, જીલ્લા તથા તાલુકાના NRLM શાખાના સ્ટાફ, તથા સખીમંડળની બહેનો હાજર રહ્યા હતા.