નવસારી જિલ્લામાં છેલ્લા ૬ વર્ષમાં કુલ ૧૨૫૯૫ અબોલ પશુ- પક્ષીઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી 

નવસારી જિલ્લામાં છેલ્લા ૬ વર્ષમાં કુલ ૧૨૫૯૫ અબોલ પશુ- પક્ષીઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી 

ઘાયલ અને અબોલ જીવો માટે પણ ગુજરાત સરકારે શરૂ કરી છે એનિમલ એમ્બ્યુલન્સ સેવા ૧૯૬૨ ડાયલ કરો અને તુરંત મેળવો નિ:શુલ્ક પશુ સારવાર

રાજયની સંવેદનશીલ સરકારે અબોલ પશુ પક્ષીઓની સારવાર માટે ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. આ સેવા અબોલ જીવો માટે સાચા અર્થમાં સંજીવની સમાન પુરવાર થઈ રહી છે. અબોલ પશુ-પક્ષીઓનું તાત્કાલિક સ્થળ પર નાના મોટા તથા જટિલ ઓપરેશન પણ કરવામાં આવે છે. પશુ-પક્ષીઓ માટે આરોગ્ય સંજીવની ગણાતી સરકારશ્રીની ૧૯૬૨ પશુ હેલ્પલાઈન સેવા સતત ખડેપગે તૈનાત છે. કરુણા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લા ખાતે ૧ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ નવસારી શહેરમાં કાર્યરત છે.

નવસારી જિલ્લાના બિનવારસી પશુઓ માટે શરૂ કરવામાં આવેલી એમ્બ્યુલન્સ સેવા નવસારી શહેરના અબોલા પશુઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા છેલ્લા ૬ વર્ષમાં શ્વાન – ૭૫૨૦, ગાય -૪૧૨૮, બિલાડી – ૫૧૭, કબૂતર – ૨૫૦, વાંદરા- ૪૬, બકરી – ૧૩, પોપટ-૫ અને અન્ય પશુ પક્ષીઓ મળીને કુલ ૧૨૫૯૫ પશુ- પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ તાલીમબદ્ધ કર્મચારી અને તમામ દવાઓ તેમજ સાધન સામગ્રીથી અદ્યતન સજ્જ છે. જેમાં એક વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હોય છે. બિન વારસી પશુ-પક્ષી ઘાયલ હોય તો ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા સેવાનો લાભ મેળવી શકાય છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *