
યુનિવર્સિટી વોટરપોલો(સ્વીમીંગ) ભાઈઓ ની ટીમ માં નારણલાલા કોલેજના પટેલ ધ્રુવ ની પસંદગી
- Sports
- October 6, 2023
- No Comment
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના નેજા હેઠળ નારણ લાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, દ્વારા સ્વામી વિવેકાનંદ તરણકુંડ, નવસારી ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોલેજ સ્વીમીંગ સ્પર્ધા અને ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટરપોલો ભાઈઓની ટુર્નામેન્ટ માટે યુનિવર્સિટીની ટીમ પસંદગી સ્પર્ધા યોજાઈ હતી જેમાં નારણ લાલા કોલેજ ઓફ પ્રોફેશનલ એન્ડ એપ્લાઇડ સાયન્સીસ નવસારી ના એફ.વાય.બીસીએ માં અભ્યાસ કરતા ધ્રુવ રાજેશકુમાર પટેલની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વોટરપોલો ભાઈઓની ટીમમાં પસંદગી થયેલ છે.
જેઓ અગામી સમયમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટરપોલો ભાઈઓની ટુર્નામેન્ટમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. ખેલાડીને તાલીમ અને યોગ્ય માર્ગદર્શન શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડો. મયુર પટેલ એ આપેલ હતું.
ઉપરોક્ત સિદ્ધિ બદલ કોલેજ ના ચેરમેન અને મેનેજીંગ ટ્રસ્ટીશ્રી મહેશભાઈ કંસારા, ડાયરેક્ટર ડો. દિનુભાઈ નાયક, કો-ઓર્ડિનેટર શ્રીમતી ખ્યાતીબેન કંસારા, આચાર્ય ડો. સુનિલભાઈ નાયક, ડો. ચીરાંગી દેસાઈએ ધ્રુવ પટેલ અને તાલીમ આપનાર શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડો. મયુર પટેલ ને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.