રાષ્ટ્રના ઐતિહાસિક સ્થળ એવા આઝાદીના પ્રવેશદ્વાર દાંડી ખાતે મહાત્મા ગાંધીની જન્મ જયંતી ઉજવણી થઈ
- Local News
- October 2, 2023
- No Comment
નવસારી જિલ્લા પંચાયત ના નવોદિત સક્ષમ પ્રમુખ પરેશ દેસાઈ, નાયબ પોલીસ વડા વી એન પટેલ, જલાલપુર તા.પં. પ્રમુખ નીલમબેન પટેલ તેમજ કારોબારી અધ્યક્ષ હિરેન પટેલ વિગેરે દ્વારા ગાંધી વંદના કરવામાં આવી હતી
આઝાદીના પ્રવેશ દ્વાર ગણાતા નમક સત્યાગ્રહ સ્થળ દાંડી ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને જન્મ જયંતી પ્રસંગે વંદના કરવાનો સુંદર કાર્યક્રમ નવસારી જિલ્લા મહેસુલ તંત્ર અને પ્રવાસન નિગમ દ્વારા આયોજિત થયો હતો .

મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના તરવરીયા પ્રમુખ પરેશ દેસાઈ એ પોતાના પ્રાસર્ગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે દાંડીની આ ભૂમિએ વિશ્વના ઇતિહાસમાં સત્યાગ્રહ દ્વારા સ્વતંત્રતા મળી શકે તેની વિશ્વવ્યાપી પ્રેરણા આપી છે .

નમક સત્યાગ્રહથી આ દાંડી સત્ય -આઝાદી માટે દીવાદાંડી બની ચૂક્યું છે .રાષ્ટ્રીય નેતા નરેન્દ્રભાઈ મોદી દ્વારા દૂરંદેશી પૂર્વક ગાંધીને હૃદયમાં સ્થાન આપી દેશ વિદેશના પર્યટકો મુલાકાત લઈ શકે તેવું સુંદર પર્યટક સ્થળ બનાવાયું છે.આજે સમગ્ર જિલ્લા વતી થી ગાંધી વંદના કરતા આનંદ અને ગૌરવ અનુભવું છું .
જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ નીલમબેન પટેલ, નાયબ પોલીસ વડા વી એન પટેલ, તાલુકાના કારોબારી અધ્યક્ષ હિરેન પટેલ , દાંડી સરપંચ નીલમબેન તેમજ મામલતદાર મૃણાલ ઇસરાણી તથા સર્વશ્રી ગૌતમ મહેતા, ડો.કાળુભાઈ ડાંગર ,સુરતના સોકત મિર્ઝા વગેરે દ્વારા ગાંધી પ્રતિમા ને સુતરની આંટી સાથે પ્રાસંગિક ભજનાવલી સ્વર આગ્રહ ની ઉપસ્થિત એ મજા માણી હતી.જલાલપોરના યુવાન મામલતદાર ઈસરાણી અને ટીમ દ્વારા થયેલું આયોજન કાબિલે દાદ હતું.
