નવસારીમાં રેન્જ આઈ.જી નો લોક દરબાર ભરાયો
- Local News
- October 20, 2023
- No Comment
સમગ્ર શહેર અને જિલ્લામાં ટ્રાફિકના અજગર ભરડામાં કણસતા નવસારીનો ઉકેલ લાવવા વ્યાપક લાગણી દાખવાઇ
નવસારી જિલ્લા પોલીસના વાર્ષિક નિરીક્ષણ બાદ પરંપરા મુજબ રેન્જ આઈ.જી ચંદ્રશેખર નો લોક દરબાર નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ વરિષ્ઠ ધારાસભ્ય એવા જલાલપોરના આરસી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તથા નવસારીના પ્રથમ નાગરિક મહિલા પ્રમુખ એવા મીનલબેન દેસાઈના સથવારે યોજાયો હતો.
આ લોક દરબારમાં આરંભે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ એ નવસારી પ્રજા સંસ્કાર નગરી ની ઓળખ ધરાવે છે એની પ્રતીતિનો સાક્ષી બનવાનો આનંદ અને અનુભવ અહોભાવ દાખવી જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા માટે નવસારી જિલ્લા પોલીસ ટીમ તમામ રીતે નાગરિકોની પડખે છે તેમણે નિર્દોષ નાગરિકોને અને એનજીઓને જિલ્લા પોલીસ ટીમની પડખે રહેવા બદલ અભિનંદન આપ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું કે પોલીસ પોતાની ફરજ પરસ્તીમાં ચૂંક કરશે નહીં તેવી જ રીતે ગુના ખોરી આચરતા તત્વોને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. એની ચેતવણીના પણ સુર કાઢયા હતા.
ગુજરાત વિધાનસભાના પ્રથમ પંક્તિના વરિષ્ઠ ધારાસભ્ય આરસી પટેલે જણાવ્યું હતું કે કોઈક એવી પણ બાબતો આવે છે જેની જાહેર ચર્ચા ન હોઈ શકે અને એનો મળી સમજીને ન્યાય પ્રિય ઉકેલ લાવવો રહ્યો?
ધારાસભ્ય આરસી પટેલે વધુમાં જણાવ્યું હતું કે અગ્રણી સામાજિક કાર્યકર ગૌતમ મહેતાની ટ્રાફિકના અજગર ભરડાની રજૂઆત માટે સંપૂર્ણપણે સહમત છું અને ટ્રાફિક સમસ્યા સમગ્ર નવસારી જિલ્લામાં અત્ર તત્ર સર્વત્ર રહી છે પોલીસ દ્વારા વધુ પોલીસ બળ ટ્રાફિક માટે ઉમેરવામાં આવે એવા અનુરોધ સાથે સાથે પોલીસની સુંદર કામગીરીને પણ બિરદાવી હતી.
સાયબર ક્રાઇમ તેમજ બીજી રીતે કનડતા તત્વો સામે નાગરિકોને અને મહિલાઓને સુરક્ષા મળે તેવી અપીલ ભાઈ બહેનો દ્વારા કરવામાં આવી હતી.

રેન્જ આઈજી ચંદ્રશેખર જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે આ જિલ્લામાં પોલીસ વડા તરીકે મેં કામગીરી કરી છે અને અહીંની પ્રજાને તેની કટિબદ્ધતા બદલ અને પોલીસને સાથ આપવા બદલ બિરદાવી હતી. નવસારી જિલ્લામાં આવવાનો સૌને મળવાનો આનંદ વ્યક્ત કરવા સાથે તેમણે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ અને ટીમને જાગૃત ફરજ પરસ્તી બદલ બિરદાવવા સાથે નાની મોટી તમામ સમસ્યાઓમાં પોલીસ પ્રજાનો સાચો મિત્ર બની રહેશે તેની ખાતરી આપી હતી.
નવસારી જિલ્લાની નાયબ પોલીસ વડા ત્રિપુટી એવા સંજય રાય, વી એન પટેલ અને પી એન ગોહિલ તથા અન્ય અધિકારીઓ દ્વારા સ્વાગત અભિવાદન સંચાલન અને ઋણ સ્વીકાર થયો હતો નવસારી શહેર જિલ્લાના તમામ અગ્રણી પ્રતિનિધિઓ આ તબક્કે ઉપસ્થિત રહ્યા હતા આ જિલ્લામાં ગંભીર ગુનાઓની સંખ્યા રાજ્ય અને દેશની સરખામણીમાં અત્યંત જુજ છે એમ પોલીસ બેડા માંથી હૈયા ધરપત મળી હતી.
