પતિ-પત્ની ના ઝઘડામાં બાળકનો શું વાંક: નવસારી શહેરમાં રહેતા બાળકના કબજાને લઈ દંપતી વચ્ચે ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પતિએ બિલ્ડીંગ ઉપરથી બાળકને નીચે ફેંકી દઈ હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી
- Local News
- October 21, 2023
- No Comment
નવસારી શહેરમાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. પતિ-પત્નીના વચ્ચે ના ઝગડામાં પિતાએ પુત્રને જુનાથાણા સ્થિત આવેલ સરકારી વસાહત બિલ્ડીંગ ના અગાસી ઉપરથી ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ પિતાએ પણ અગાસી ઉપર ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. જેને પગલે પરિવાર સહિત સંબંધીઓમાં શોકની કાલિમા છવાઈ છે.

હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહેલ હોય તે દરમિયાન સરકારી વસાહત નવરાત્રી પર્વ ઉજવણી કરાઈ રહી છે. નવસારી શહેરના જૂનાથાણા સ્થિત આવેલ સરકારી વસાહત રહેતા દંપતી એવા પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં ચાર વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો વારો આવ્યો છે. પિતા રાકેશ ગોસ્વામીએ પોતાના બાળક દ્વિજ ગોસ્વામીને આઠમાં માળે અગાસી ઉપરથી નીચે ફેંકતા ઘટના સ્થળ ઉપર બાળકનું મોત નિપજ્યું હતું. કોઈ કારણસર અલગ રહેતા પતિ-પત્ની વચ્ચે બાળકના કબજને લઈને ઝઘડો થતાં પતિએ બાળકને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં બાળકને લઈ જતા પતિને પત્નીએ રોકતા સરકારી વસાહતની બિલ્ડીંગ પર ચડી જઈ આવેશમાં આવેલા પતિ રાકેશ ગોસ્વામીએ પોતાના બાળકને આઠમાળે અગાસી ઉપર નીચે ફેંકી દીધા બાદ પોતે પણ અગાસી ઉપર આત્મહત્યા કરી હતી.

આ ધટના અંગે નવસારી શહેર જાણ કરાતા પોલીસ અને ફાયર જવાનોએ બિલ્ડીંગમાં ચઢી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આઠમાં માળેથી અગાસી ઉપરથી નીચે ઝંપલાવનાર યુવકનું મોત થયું હતું. બાળકને નીચે ફેંકવા બદલ આરોપી રાકેશ ગોસ્વામી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.
