સી.આર.પી.એફ ની મહિલા બાઇકર્સ ટીમ “યશસ્વીની” ‘બેટી બચાવો બેટી પઢાવો’ના સંદેશ સાથે કન્યાકુમારી થી કેવડિયા સુધીની બાઇક રાઈડ નવસારી આવી પહોંચી

સી.આર.પી.એફ ની મહિલા બાઇકર્સ ટીમ “યશસ્વીની” ‘બેટી બચાવો બેટી પઢાવો’ના સંદેશ સાથે કન્યાકુમારી થી કેવડિયા સુધીની બાઇક રાઈડ નવસારી આવી પહોંચી

સી.આર.પી.એફની મહિલા બાઇકર્સ ટીમ “યશસ્વીની” નું નવસારીના આંગણે ઉષ્માભર્યું સ્વાગત કરાયું

‘બેટી બચાવો -બેટી પઢાવો’ અને મહિલા સશક્તિકરણનો સંદેશ લઈ સી.આર.પી.એફના મહિલા બાઇકર્સ ની ત્રણ ટુકડીમાંથી એક ટુકડી આજે નવસારી તાલુકાના એમ.એન.વિદ્યા સંકુલ ખડસુપા ખાતે આવી પહોંચતા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ તથા નવસારીના ધારસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવસારી મહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલા બાઇકર્સના પરંપરાગત લોકનૃત્ય દ્વારા સ્વાગત કરી સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન પણ કરાયુ હતું.

૧૫૦ જેટલા મહિલા સી.આર.પી.એફ બાઈકર્સે ૭૫ રોયલ એનફિલ્ડ બાઈક લઈ ૩- ઓક્ટોબર,૨૦૨૩ ના રોજ ૩ ટુકડીમાં ક્રોસ કંટ્ર્ર્ર્રી રેલીની શરૂઆત ઉત્તરથી શ્રીનગર ,પૂર્વીય વિસ્તારથી શિલોંગ અને દક્ષિણથી કન્યાકુમારી ખાતેથી “યશસ્વીની” ગ્રુપ નામે ‘બેટી બચાવો -બેટી પઢાવો’ અંતર્ગત બાઈક રેલી અભિયાનની શરૂઆત કરી હતી.

 

આ અભિયાનની એક ટીમ કન્યાકુમારીથી 7 રાજ્યો પસાર કરી આજે નવસારીના આંગણે આવી પહોંચી હતી. મહિલા બાઈકર્સની ટીમ ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ કેવડિયા કોલોની, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગુજરાત ખાતે સંપન્ન થશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ યશસ્વીની મહિલા બાઈકર ટીમના તમામ મહિલાની શક્તિ અને સાહસને બિરદાવી સફરમાં લાખો મહિલાઓને પ્રેરણા આપવા માટે વિશેષ અભિનંદન આપ્યા હતા.

નિર્ધારિત રૂટ અનુસાર નવસારી થી સુરત જનાર સી.આર.પી.એફ ની મહિલા બાઇકર્સ ટીમ “યશસ્વીની”ને જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ તથા મહાનુભવોએ આગળના રૂટ માટે પ્રસ્થાન કરાવી હતી.

આ પ્રસંગે મહિલા બાઇકર્સ નવસારી ખાતે પહોંચતા જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ , એમ.એન.વિદ્યાલયના શિક્ષકો અને મોટી સંખ્યામાં બાળાઓ હાજર રહી ” સી.આર.પી.એફના ડેપ્યુટી કમાંડર, આસિસ્ટન્ટ કમાન્ડર તથા યશસ્વીની” મહિલા બાઇકર્સને સમગ્ર ટીમને આવકાર્યા હતા.

 

 

મહિલા બાઇકર્સ ટીમ “યશસ્વીની” 31મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા પહોંચી સંપન્ન થશે

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *