થિયેટરમાં ફિલ્મ જોવા જવાની ના પાડતા પતિએ પત્નીની મારઝૂડ કરતાં અભયમ ટીમ મદદે આવી

થિયેટરમાં ફિલ્મ જોવા જવાની ના પાડતા પતિએ પત્નીની મારઝૂડ કરતાં અભયમ ટીમ મદદે આવી

નવસારી જિલ્લાના નજીકના વિસ્તારમાંથી એક મહિલા કોલ કરી જણાવેલ કે તેમના પતિ કંપનીના સ્ટાફ સાથે ફિલ્મ જોવા જવાનું જણાવ્યું હતું પરંતુ મારા નાના બાળકો હોવાથી રાત્રીના સમયે બાળકને મુકી ને જવું યોગ્ય ના લાગતા ના પાડતાં પતિએ મારઝૂડ કરી હતી જેથી ૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમે પતિને કાઉન્સિલિંગ કરી યોગ્ય માર્ગદર્શન આપી સમાધાન કરાવ્યું હતું.

૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમ નવસારીને મળતી માહિતી મુજબ મહિલાના પતિ હીરાની કંપનીમા કામ કરે છે તેણે સ્ટાફ સાથે નક્કી કર્યુ કે રાત્રે ફિલ્મ જોવા જોવા જવું. જેથી તેમણે પત્નિને રાતે ફિલ્મ જોવા જવા કહ્યું હતું પરંતુ પતિ નસો કરીને આવતા પત્નિએ જવાની ના પાડતા પતિએ તેમની મારઝૂડ કરી ઘરમાંથી નીકળી જવા કહયું હતું. પત્નિએ તેમના નાના બે બાળકો હોવાથી ઘરમાથી જવાની પાડી હતી.

અભયમ ટીમે મહિલાના પતિ ને સમજાવ્યું કે, તમારા બાળકો નાના છે તો તમારી ફરજ હોય છે તેમને સમજવાની. તમારી પત્ની ઘર ચલાવે છે બાળકો ને સાચવે છે અને બાળકોનું વિચારીને આવવાની ના પાડી છે. તમારી પત્ની સમજે છે તો શા માટે હાથ ઉપાડો છો બાળકો મોટા થશે ત્યારે તમે જઈ શકો છો. પત્નિ પર હાથ ઉપાડવું ગુનો છે જેથી હવે પછી હાથ ઊપાડવુ નહિ અને હળીમળીને પરિવારમાં રહેવું. તમારી પત્ની સારી છે કે ઘરનું વિચારે છે, તમારું વિચારે છે એમ કહીને સમજાવતાં મહિલાના પતિ સમજી ગયો હતો અને તેમણે પત્ની પાસે માફી માંગી હવે પછી આવી ભૂલ નહી કરું તેમ જણાવી સારી રીતે રહેવાની ખાત્રી આપતા સુખદ સમાધાન કરાવ્યું હતું. મહિલાએ ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *