આલીપોર હાઇસ્કુલના બાળ વૈજ્ઞાનિકો એસ.વી.એસ કક્ષાએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિજેતા બન્યા

આલીપોર હાઇસ્કુલના બાળ વૈજ્ઞાનિકો એસ.વી.એસ કક્ષાએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિજેતા બન્યા

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા તાલીમ ભવન નવસારી તથા જિલ્લા શિક્ષણ અધિકારી ના માર્ગદર્શન હેઠળ કલ્પના ચાવલા શાળા વિકાસ સંકુલ -2 અને શ્રી જે .એમ .પટેલ હાઇસ્કુલ દિગેન્દ્રનગર આયોજિત રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023 24 યોજાયું હતું .જેમા કે. એન્ડ બી .સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોર માંથી વિભાગ 2 અને 4માં બે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી . ધોરણ 9 ની વિધાર્થિની ઘીવાલા આઇશા ખાલિદ અને દીવાન હનીફા ઇફ્તેખાર દ્વારા Safety helmet for mining workers કૃતિ તેમજ વિધાર્થિની માળી પૂજા અંબેલાલ અને પટેલ ઉર્વશી દ્વારા Automatic breaking system કૃતિ રજૂ કરવામાં આવી હતી.

જેમાંની એક કૃતિ જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદગી પામી છે. આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે શાળાના વિજ્ઞાન શિક્ષક  જીતેન્દ્ર પટેલ, પ્રકાશચંદ્ર લાડ અને  ઈસ્માઈલભાઈ વાડી દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળામાં કાર્યરત અટલ ટીકરીગ લેબના સુપરવાઇઝર ડેરીક પટેલ ના સહયોગ સાથે સમગ્ર ટીમે ખૂબ પરિશ્રમ અને ઉત્સાહ સાથે આ સુંદર કૃતિઓ તૈયાર કરી હતી .

બંને કૃતિઓ માંથી Safety helmet for mining workers કૃતિ જિલ્લા કક્ષાએ પ્રદર્શન માટે પસંદગી પામેલ છે.આ ઉત્તમ સફળતા અને તક માટે શાળાના આચાર્ય સફી એમ .વ્હોરા સાહેબે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને જિલ્લા કક્ષાએ પણ વિદ્યાર્થિનીઓ સારો દેખાવ કરી વિજેતા થાય એવી શુભ અભ્યર્થના વ્યક્ત કરી હતી.અને અટલ લેબના લાભની શરૂઆત ગણાવી હતી.વિધાર્થીઓનો વૈજ્ઞાનિક અભિગમ વિકસવામાં આ નાનકડું પગલું ભવિષ્યની વિરાટ છલાંગ ગણાવી હતી. મેનેજિંગ ટ્રસ્ટી સલીમભાઈ પટેલ શાળા આ સિદ્ધિ બદલ વિધાર્થીઓ તથા શાળાના શિક્ષકો ને અભિનંદન અને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *