સિંચાઇના કામોમાં ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહિ: પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

સિંચાઇના કામોમાં ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહિ: પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને નવસારી સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં સિંચાઇ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં થયેલા વિકાસના કામોનું પ્રેઝન્ટેશન રજૂ કરી મંત્રીનું માર્ગદર્શન મેળવ્યું હતું.

સિંચાઈ, અનાજ વિતરણ વ્યવસ્થા વિભાગના અધિકારીઓને મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સિંચાઇના કામોમાં ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહિ. તેમજ જનહિત લક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તેવા સુચનો આપવાની સાથે લક્ષ્યાંકો હાંસલ કરવાની સાથે પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત મંત્રીએ વી.આઈ.પી. રેફરન્સનો તાત્કાલિક નિવારણ લાવવા સૂચના આપી હતી. અરજદારોના પ્રશ્નોનું નિવારણ લાવવું એ આપણી ફરજ છે જેથી આ બાબતે ગંભીરતા રાખવા તાકીદ કરી હતી.

આ ઉપરાંત આંગણવાડીઓમાં બાળકોને મળતો પોષણયુક્ત આહાર, સસ્તા અનાજની દુકાનોંથી વિતરણ થતું લાભાર્થીઓને અનાજ વગેરે જનહિત લક્ષી યોજનાની જિલ્લામાં થતી કામગીરીની સમીક્ષા કરીને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

વિવિધ કામોની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. સિચાઇ વિભાગના કામો પ્રગતિ હેઠળ છે તેની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. બેઠકમા જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, સિંચાઇ વિભાગ ના અધિકારીઓ, અન્ન નાગરિક પુરવઠાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *