
‘મારી માટી મારો દેશ’ અભિયાન અંતર્ગત નવસારીના તાલુકાઓ અને નગરપાલિકા વિસ્તારમાંથી એકત્રિત થયેલ કળશોને રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં લઇ જવાશે
- Local News
- October 26, 2023
- No Comment
આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ‘અમૃત કળશ યાત્રા’ રથને નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખએ પરેશભાઈ દેસાઈ તથા મહાનુભાવોને હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જણાવ્યું કે , ‘મારી માટી મારો દેશ’ અભિયાન દેશની માટી અને વીર શહીદોને નમન કરવાનો ઉત્સવ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માટી એટલે જનની અને વીરોને નમન કરી સન્માન આપવાનું કાર્ય કર્યું છે.
‘અમૃત કળશ યાત્રા’ રથ નવસારી જિલ્લાના દરેક તાલુકાના ગામોમાં તથા નગરપાલિકા વિસ્તારમાંથી “મારી માટી મારી દેશ” અભિયાન અંતર્ગત એકત્રિત કરવામાં આવેલા માટીના કળશોને રાજ્યકક્ષાએ આયોજિત થનાર કાર્યક્રમમાં લઇ જશે,ત્યારબાદ ગુજરાતના દરેક જિલ્લામાંથી એકત્રિત થયેલ માટીના કળશોને દિલ્હીના કર્તવ્યપથ પર લઈ જવાશે, જ્યાં ‘અમૃત મહોત્સવ સ્મારક’ની ‘અમૃત વાટિકા’મા ભળી જશે.
અમૃત કળશ યાત્રા રથ આજે નવસારી જિલ્લાના છ તાલુકા પંચાયતો તથા ત્રણ નગરપાલિકામાં “ મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત એકત્રિત થયેલ માટીના કળશને લઈ નિર્ધારિત રૂટ અનુસાર રાજ્યકક્ષાના કાર્યક્રમ માટે નવસારી જિલ્લામાંથી રવાના થશે .
આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ , જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ , જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.એસ.ગઢવી , નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ચાવડા, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.