આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ-૨૦૨૩:જિલ્લા પંચાયત ખેતી વાડી શાખા દ્વારા શ્રી નવસારી પૂર્વ વિભાગ કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ ખડસૂપા બોડિંગ ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો મિલેટ્સ પ્રદર્શન યોજાયું

આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ-૨૦૨૩:જિલ્લા પંચાયત ખેતી વાડી શાખા દ્વારા શ્રી નવસારી પૂર્વ વિભાગ કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ ખડસૂપા બોડિંગ ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો મિલેટ્સ પ્રદર્શન યોજાયું

યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ-૨૦૨૩ને આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે લોકોમાં મિલેટ્સ પાકોના ન્યુટ્રીશનલ વેલ્યુ અંગેના જાગૃતિ અભિયાન હેઠળ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના ઉપક્રમે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી પૂર્વ વિભાગ કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ ખડસુપા બોર્ડિંગ ખાતે નવસારી તાલુકા કક્ષાનો કૃષિ મેળો મિલેટ્સ પ્રદર્શન યોજાયું હતું.. મિલેટ્સના મૂલ્યવર્ધન, પોષણ અને આરોગ્યમાં ધાન્ય પાકોના મહત્વ અંગે નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આપણા પરંપરાગત ધાન એવા બાજરી, જુવાર, રાગી, મકાઈને વિશ્વના દેશો પણ અપનાવે તેવી વડાપ્રધાનશ્રીની નેમ અને પ્રેરણાના કારણે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષરૂપે ઉજવવામાં આવી રહ્યું છે. ખેતી ખર્ચ ઘટાડી, પ્રગતિશીલ અને આધુનિક ખેતપદ્ધતિ અપનાવીને ખેડૂતો મિલેટસનું વાવેતર કરી બમણી આવક મેળવી શકે છે. ઓછા ખર્ચે, ઓછા પાણીએ અને પ્રતિકૂળ આબોહવામાં પાકતા હોવાથી મિલેટ્સ પાકો ખેડૂતોને નાણાકીય ખર્ચમાંથી બચાવે છે, અને બમણી આવકનો સ્ત્રોત બને છે.

રાકેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, સદીઓથી મિલેટ પાકો આપણા આહારનો અભિન્ન ભાગ રહ્યા છે. અગણિત સ્વાસ્થ્યવર્ધક લાભો ઉપરાંત મિલેટ ઓછાં પાણી અને ઓછા ઈનપુટની જરૂરિયાત સાથે જમીન સુધારણા અને પર્યાવરણ માટે પણ લાભકારક છે.મિલેટ વર્ષની ઉજવણીથી લોકોમાં મિલેટ્સ પ્રત્યે જાગૃતિ આવી રહી છે. આજના સમયમાં બદલાતી જીવનશૈલીમાં થતા રોગો સામે રક્ષણ પૂરું પાડી શરીરના સંતુલિત વિકાસમાં મિલેટ્સ ખૂબ મદદરૂપ થાય છે.મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી, કોદરા, નાગલી, રાજગરો વગેરે જાડા ધાન અનેક પોષકતત્વોથી ભરપૂર અને શક્તિદાયક છે.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિભાબેન આહિર, જિલ્લા પંચાયતના સદસ્યો વિનોદભાઈ પટેલ, દર્શના બેન પટેલ, અગ્રણીઓ મુકેશ ભાઈ પટેલ સંજયભાઈ પટેલ, ગીતાબેન પટેલ, વિનોદભાઈ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો, ખેતીવાડી શાખાના અધિકારીઓ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *