
નવસારી ચીખલી PI અને વાંસદા PSI સન્માનિત કરાયા: નવસારી જિલ્લાના 2 પોલીસ અધિકારીઓને રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું
- Local News
- October 27, 2023
- No Comment
નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા પોલીસ સ્ટેશનમાં પી.આઈ બી.એમ.ચૌધરી તથા પી.એસ.આઈ જે.વી.ચાવડા દ્વારા ગુના ઉકેલવામાં દાખવેલી તત્પરતા અને સૂઝબુઝ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના ગુના ઉકેલ ઉત્કૃષ્ટ કામગીરીઓ બદલ અધિકારીઓને સન્માનિત કરવા માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા આજે સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
નવસારી જિલ્લાના ચીખલી પોલીસ દ્વારા ચોરીની મોટરસાયકલ ઉકેલાયેલા ગુનાઓ
નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશન પી.આઈ બી.એમ.ચૌધરી તથા સ્ટાફ ધ્વારા મોટર સાયકલ ચોરીના ઓરાપી ઓ ધ્વારા નાસિક જિલ્લાના કડવણ અને સુરગાણા ગામમાંથી બાઈક ચોરી કરવા આવતા આરોપીઓને ચીખલી પોલીસે સાપુતારાથી ઝડપી પાડતા નવસારી જિલ્લાના 10 અને મહારાષ્ટ્રની 11 બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો હતો. નવસારી જિલ્લાના ચીખલી સહિતના અન્ય વિસ્તારોમાં સ્ટેયરીંગ લોકને ઝટકા સાથે તોડી વાયર કાપી બાઇકને ડાયરેક્ટ કરી નવસારી થી આશરે 300 કિલોમીટર સુધી ચલવી લઈ જઈ વેચી મારતા ત્રણ આરોપીઓને ચીખલી પોલીસે ઝડપી પાડી જિલ્લાના વિવિધ તાલુકાના બાઇક ચોરીનો ભેદ ઉકેલ નાંખ્યો છે. તેમજ 1લાખ 81 હજાર કિંમત ની 10 બાઈક કબજે લઈ લીધી હતી.
ચીખલી પોલીસ સ્ટેશન ધ્વારા મોબાઇલ ચોરીનું આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ
દક્ષિણ ગુજરાતમાં સહિત રાજયના અન્ય વિસ્તારમાં મોબાઇલ ચોરીમાં તરખાટ મચાવનાર લબર મુછીયાને ચીખલી પોલીસે રંગે હાથ ઝડપી પાડતા છ લાખના વધુના કુલ 49 મોબાઈલ સાથે ઝડપી પાડતા મોબાઈલ ચોરીના આંતર જિલ્લા કેસ ઉકેલાય છે.દક્ષિણ ગુજરાતમાં મોબાઇલ ચોરીમાં તરખાટ મચાવનાર લબર મુછીયાને ચીખલી પોલીસે રંગે હાથ ઝડપી પાડતા છ લાખના વધુ કિંમત ના કુલ 49 મોબાઈલ સાથે ઝડપી પાડતા મોબાઈલ ચોરીના આંતરરાષ્ટ્રીય મોબાઈલ વેચાણ નો કેસ ઉકેલયો હતો.
આ બંને ગુના ઉકેલવા ચીખલી પોલીસ સ્ટેશન પી.આઈ બી.એમ.ચૌધરી ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય દ્વારા આજે સનમાનપત્ર એનાયત કરાયું હતું.
નવસારીના વાંસદા પોલીસ સ્ટેશનની બનાવટી ચલણી નોટો લઈ કામગીરી
વાંસદા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ જે.વી.ચાવડા તથા સ્ટાફ બાતમી મળી હતી કે સુરતથી અનાવલ થઈને બે ફોર વ્હીલ વાહનમાં કેટલાક ઇસમો 500ના ભારતીય દરની બનાવટી ચલણી નોટો લઈ ભીનાર થી વાંસદા તરફ આવનાર છે જે બાતમીના આધારે વાંસદા પોલીસ ટીમ દ્વારા ભીનાર ત્રણ રસ્તા ખાતે નાકાબંધી કરી હતી. જેમાં બાતમી વાળી બે ફોર વ્હીલ વાહનોને આવતા અટકાવતા તેમાંથી તપાસ કરતાં પાંચ આરોપીઓ પાસેથી 500ના દરની 2994 નોટ બનાવટી નોટો કિંમત રૂપિયા 15,00,000/- મળી આવી હતી તથા સરકારી પિસ્તોલ, મેગઝીન તથા કાર્ટીઝ નંગ-૧૦ સહીત બે ગાડી મળી રૂપિયા કુલ ૩૭,૪૨,૦૦૦/-ના મુદામાલ સાથે એક પોલીસ કર્મચારી સહીત કુલ પાંચ આરોપીને ઝડપી પાડી વાંસદા પોલીસ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પી.એસ.આઈ જે.વી.ચાવડાને રાજ્યના પોલીસ મહાનિર્દેશક સનમાનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
ગુનાના આરોપીઓને કુનેહથી પકડી તેમજ ગુનેગારો ઉપર ધાક બેસાડીને પ્રજાના જાન-માલની રક્ષા કરી પ્રજાજનોમાં વિશ્વાસનું વાતાવરણ ઉભુ કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની ઉત્તમ કામગીરી કરતા ચીખલી પોલીસ ઇન્સ્પેકટર ભાગ્યેશ બી.ચૌધરી અને વાંસદામાં પી.એસ.આઈ જયદીપ વી.ચાવડા અત્યંત સારી કામગીરી બદલ પ્રોત્સાહન રૂપે સનમાનપત્ર આપવામાં આવ્યું છે તેમજ આ બંને અધિકારીઓને ભવિષ્યમાં ઉત્તરોતર પ્રગતિ માટે પણ શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.