
નવસારી લોકસભા વિસ્તારમાં ૭૦ ટકા થી વધુ મતદાન નાં શિલ્પી બુથ કાર્યકરો ની મહેનત ને સાંસદ સીઆર પાટીલ એ બિરદાવી પ્રોત્સાહક ઇનામો એનાયત કર્યા
- Local News
- November 8, 2023
- No Comment
ગત લોકસભા ચૂંટણી માં ૮૧૭ બુથ પૈકી ૫૩૭ બુથો ઉપર ૭૦ ટકા થી વધુ મતદાન કરાવનારા ભાજપ કાર્યકરો માટે નવસારી નાં બીઆર ફાર્મ માં બુધવારે સવારે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સાંસદ સીઆર પાટીલ એ કાર્યકરો ની નિષ્ઠા, પ્રામાણિકતા, કમિટમેન્ટ અને કામગીરી ને બિરદાવી પ્રોત્સાહક ઇનામો એનાયત કર્યા હતા. નવસારી મત વિસ્તારનાં પરીણામો રાષ્ટ્રીય સ્તરે ભવિષ્ય નાં રાજકીય સમીકરણો ધડવામાં મહત્વના પુરવાર થઇ રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઇ શાહ નાં ત્રણ વર્ષ કામગીરી ની પુસ્તિકા વિમોચન કરાઈ હતી.
નવસારી સાંસદ સીઆર પાટીલ એ કાર્યકરો ને સંબોધતા જણાવ્યું હતું કે દેશ નાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની લોકપ્રિયતા, અમિત શાહ ની વ્યૂહ રચના અને કાર્યકરો ની તાકાત થકી ચૂંટણીઓ માં રેકર્ડબ્રેક જીત મળી રહી છે. વીતેલી ૧૭ લોકસભાની ચૂંટણીઓ માં નવસારી સંસદીય વિસ્તારની ગત ચૂંટણી માં ૮૧૭ બુથો પૈકી ૫૩૭ બુથો માં કાર્યકરો એ ૭૦, ૮૦ અને ૯૦ ટકા મતદાન સાથે ભાજપ ને પ્લસ કરી વિશિષ્ટ કામગીરી કરી બતાવી છે. જે ૩ લાખ પેજ કમિટી ની સમૃદ્ધિ છે. જેને પગલે નવસારી ને આગવી ઓળખ મળી છે.
આખા દેશ માં નવસારી ની કામગીરી અપનાવવા નો પ્રયત્ન થઈ રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ગણદેવી તાલુકાના ગામો માં ૧૭૩ બુથ પૈકી ૧૫૧ બુથો ઉપર ૭૦ ટકા થી વધુ મતદાન નો ઇતિહાસ રચાયો હતો. ગત ચૂંટણી પરીણામ માં ૬,૮૯,૮૮૬ ની રેકર્ડબ્રેક લીડ મળી છે. જે બાદ વિધાનસભા ચૂંટણી માં ૧ લાખ ઓછા મતદાન છતાં ભાજપ ની લીડ વધી ૭લાખ ૫ હજાર જેટલી થઈ છે. હવે ૫૦૦ મતો થી વધુ લીડ આપનારા બુથ કાર્યક્રરો નું અલગ થી સંમેલન કરાશે. આ પ્રસંગે કાર્યકરો ને મારો જન્મ જીત માટે થયો હોવાનો સંકલ્પ લેવાનું આહવાન કર્યું હતું.
આ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ એ કાર્યકરો ને સંબોધતા જણાવ્યું કે આપણે સાંસદ સીઆર પાટીલ ને સૌથી વધુ મતો એ જીતાડયા છે. હવે આગામી ચૂંટણી માં ૧૦લાખ થી વધુ મતદાન કરાવી ૩.૫૦લાખ મતો થી જીત નો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. આ પ્રસંગે નાણાં, ઉર્જા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ એ કાર્યકરો ને સંબોધન કરતા જણાવ્યું હતું કે નવસારી લોકસભા અવ્વલ સ્થાને રહે અને જીત માર્જિન માં ૨૫ ટકા વધારા સાથે રેકર્ડ કરવાનો છે. વિકાસ કામો ૧૦૦ ટકા પૂર્ણ કરવા ની ખાત્રી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ભૂરા શાહ નાં ત્રણ વર્ષ પૂર્ણતા પ્રસંગે પુસ્તિકા નું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલ, રાકેશ દેસાઈ, આર સી પટેલ, ભાજપ અગ્રણી જનક પટેલ, શીતલ સોની, પરેશ દેસાઈ, અશ્વિન પટેલ, જીજ્ઞેશ નાયક, શાંતિલાલ પટેલ, રાજેશ પટેલ, મયંક પટેલ, ડો. સનમ પટેલ, હેમલતા ચૌહાણ, કરસન પટેલ અને મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.