અખિલ ગુજરાત ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા – ૨૦૨૩-૨૪ યોજાશે 

અખિલ ગુજરાત ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા – ૨૦૨૩-૨૪ યોજાશે 

ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આગામી જાન્યુઆરી – ૨૦૨૪ ના પ્રથમ અઠવાડીયા દરમ્યાન જુનાગઢ મુકામે ગુજરાત રાજયના યુવક અને યુવતિઓ માટેની અખિલ ગુજરાત ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાશે.

• આ સ્પર્ધામાં સ્પર્ધકો ૧૪ થી ૧૮ અને ૧૯ થી ૩૫ ની વય મર્યાદામાં સિનિયર – જુનિયર વિભાગમાં ભાગ લઇ શકશે.

• બન્ને વિભાગના ભાઇઓ માટેની સ્પર્ધા ગીરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના ૫૫૦૦ પગથીયા અને બન્ને વિભાગની બહેનો માટે ગીરનાર તળેટીથી માળી પરબ સુધીના ૨૨૦૦ પગથીયા ચઢીને ઉતરવાના રહેશે.

• ભાઇઓની સ્પર્ધાની સમય મર્યાદા ૨-૦૦ કલાક અને બહેનોની સ્પર્ધા માટે ૧-૧૫ કલાકની સમય મર્યાદા રહેશે.

• આ સ્પર્ધા નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરનાર સ્પર્ધકોને જ પ્રમાણપત્રો આપવામાં આવશે.

• આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો દરેક જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીએથી રૂબરૂમાં મળશે.

• તેમજ Facebook Id –Dydo Junagadh પરથી ઓનલાઇન મળી શકશે. દરેક સ્પર્ધકોએ નિયત પ્રવેશપત્રોમાં માંગ્યા મુજબની પૂરી વિગતો સાથે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જુનાગઢ ખાતે કચેરીના ચાલુ દિવસ દરમિયાન તા.૧૫/૧૨/૨૦૨૩ સુધીમાં પહોંચતા કરવાના રહેશે. સમય મર્યાદા બહાર મળેલા ફોર્મ અને અધુરી વિગતો વાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

• સ્પર્ધાની નિયત તારીખ તથા પસંદગી થયેલ યાદી ફેસબુક આઈડી પર મુકવામાં આવશે.

*વધુ વિગતો માટે કચેરીના ફોન નં. (૦૨૮૫)૨૬૩૦૪૯૦ નો સંપર્ક કરવો.*

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *