શ્રી વીર નિર્વાણ મહોત્સવ ઉજવણી કાર્યક્રમ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો

શ્રી વીર નિર્વાણ મહોત્સવ ઉજવણી કાર્યક્રમ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો

પ્રભુ મહાવીરના ૨૫૫૦ નિર્વાણ વર્ષના પ્રારંભના ઉ૫લક્ષમાં શ્રી વીર નિર્વાણ મહોત્સવ ઉજવણી કાર્યક્રમ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી આદિનાથ શ્વે.મૂ.પૂ.જૈન સંઘ, શાંતાદેવી રોડ, નવસારી ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવસારી નગરમાં ભગવાન મહાવીર સ્વામીના ૨૫૫૦ નિર્વાણ વર્ષના મહોત્સવમાં અવસર પ્રાપ્ત થયો છે. જે બદલ આભાર વ્યકત કર્યો હતો. જૈન સંઘના ટ્રસ્ટ્રીઓ ભગવાન મહાવીરના વિચારોને બાળકોને સુધી પહોંચાડી તેમના જીવનમાં ઉજાસ લાવવા જણાવ્યું હતું. ભગવાન મહાવીરના વિચારોને જૈન સમાજ સુધી મર્યાદિત ન રાખતા દરેક સમાજ સુધી પહોંચાડવા જણાવ્યું હતું. આ અવસરે મંત્રીશ્રીએ રાજય સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી આપી તેનો લાભ લેવા પણ જણાવ્યું હતું.

રાજયમંત્રી હર્ષ સંઘવીએ આશાનગર નવસારી ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ આયોજીત વસ્ત્રદાન કાર્યક્રમમાં જણાવ્યું કે, યુવક બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે અને એક સંકલ્પ કરવામાં આવ્યો છે કે, ગુજરાતના સૌ નાગરિકો દિવાળી પૂર્વે સાફ સફાઇ કરવામાં આવે છે. કામ વગરની વસ્તુઓ કાઢી નાંખવામાં આવે છે. જેને ગુજરાતના યુવક બોર્ડ દ્વારા ગુજરાતમાં એક લાખ થી વધારે ઘરોમાં જઇને તેમના જૂના કપડા મેળવીને સામાન્ય અને ગરીબ લોકોને વસ્ત્ર પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ગરીબોના ઘરમાં દિવાળીનો પ્રકાશ વધે તેવા પ્રયાસ કરવામાં આવશે.

આ પ્રસંગે નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ મીનલબેન દેસાઇ, જૈન શ્રેષ્ઠીઓ, નગરજનો ઉપસ્થિત રહયાં હતાં.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *