
વર્લ્ડકપ મેચ મુદ્દે પરિવારજનો માં માથાકૂટ: ઘરની વહુએ ‘ભારત મેચ હારશે’ પરિવાર ભડક્યો, 181 અભયમ ટીમ સુધી મામલો પહોંચતા કાઉન્સિલીંગ કરી સમાધાન કરાવ્યું
- Local News
- November 20, 2023
- No Comment
ગતરોજ ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા ની વર્લ્ડકપ ક્રિકેટની ફાઇનલ મેચ હતી. દેશ વિદેશ વસતા ભારતીય ભારે ઉત્સુકતા જોવા મળી હતી. દરેક ભારતીય રવિવાર રજા હોય સાથે વર્લ્ડકપ ફાઈનલ મેચ જોવા લોકો પરિવાર તેમજ મિત્રો સાથે બેસી નિહાળવા બેસયા હતા. આવામાં ભારત હાર ની વાત નીકળે તો આવી વાતો મારા મારી તેમજ ઝધડો પહોંચી જતી હોય છે. આવો એક કિસ્સો નવસારી જિલ્લા માં સામે આવ્યો છે.
ફેમિલી એક સાથે મેચ જોતા પરિવાર ની વહુએ બોલી કે ‘આજે ઇન્ડિયા હારી જશે’ આવું બોલતાની સાથે પરિવાર સભ્યો તેના ઉપર વહુ ઉપર જોવા લાગ્યા હતા. વહુના શબ્દો હળવાશ લેવા બદલે ઝઘડા સ્વરૂપ ધારણ કર્યું હતું. જે અંગે ૧૮૧ મહિલા હેલ્પ લાઈન નવસારી માં કોલ કરવામાં આવતાં અભયમ કાઉન્સિલર સ્થળ પર પહોચી અસરકારક કાઉન્સિલીંગ કરી ઝઘડામાં સમાધાન કરવામાં આવ્યુ હતુ.
નવસારી જિલ્લામાં એક પરિવારમાં વર્લ્ડકપ મેચ પહેલા ભારત ટોસ હારતા પરિવારની વહુએ કહયું હતું કે, આજે ઇન્ડિયા મેચમાં હારશે જેથી તેમના માસા અને સાથે બેઠેલા બીજા પરિવારના સભ્યો ઉશ્કેરાઈ ગયા હતાં અને આવું કેમ કહ્યું તેમ જણાવી ઉગ્ર ઝઘડો કરવા લાગતા મહિલાએ બચાવ માટે ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કર્યો હતો.
અભયમ નવસારી ટીમે પરિવારને સાથે રાખી સમજાવેલ કે આ એક ગેમ છે જેમાં એક ટીમની હાર નિશ્ચિત હોય છે જેમાં ખેલદિલી રાખી ક્રિકેટ ની મઝા માણવી જોઈએ. યુવતીને પણ પરિવાર સાથે સુમેળ રાખવા જણાવ્યું હતું. આમ ૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમ દ્વારા અસરકારતાથી સમજાવતા પારિવારિક ઝઘડામાં સમાધાન કરાવ્યું હતું.