
હવે પાસપોર્ટ વેરિફિકેશનને લઈ અરજદારોએ પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે: પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર કરાયો
- Travel
- November 22, 2023
- No Comment
પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં સુધારો કરાયો. કાયદો અને વ્યવસ્થા ભાગ રૂપે પોલીસ મહાનિર્દેશકનો પરીપત્ર બહાર પાડયો.પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોને પોલીસ સ્ટેશન નહી બોલાવાય
હવે પાસપોર્ટ અરજદારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન નહી બોલાવાય. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે નહી આવે. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ પાસપોર્ટ અરજદારોને પોલીસ પહેલા સ્ટેશન બોલાવતી હતી અથવા તેમના ઘરે પણ જતી હતી.
કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ મહાનિર્દેશકે જાહેર કરેલ પરિપત્રથી પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળી છે. હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન હવે નહી બોલાવાય.નવો પાસપોર્ટ કઢાવવા તેમજ જૂનો પાસપોર્ટ રીન્યુ કરવા દરમિયાન પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયાને સહેલી બનાવાઈ છે. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે નહી આવશે.
જેથી હવે અરજદારોના સરનામા ચકાસણીની આવશ્યકતા નથી.આ ઉપરાંત પોલીસે પાસપોર્ટ અરજદારોની નાગરિક્તા અને ગુનાહિત ઈતિહાસની જ ખરાઈ કરવાની રહેશે. પોલીસ જરૂર પડશે તેવા કિસ્સામાં જ અરજદારના રહેણાંક સ્થળની મુલાકાત લેશે.અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં આ સુધારો કરાયા બાદ હવે પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળશે.તેમજ આ નિર્ણય પગલે પાસપોર્ટ અરજદારો તેમજ પોલીસ સમયની બચત સાથે ઝડપી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જશે.