રાજયના ટીઆરબી જવાનો માટે ખુશખબર: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જવાનોને છુટા કરવાનો નિર્ણય મોકફ રાખ્યો

રાજયના ટીઆરબી જવાનો માટે ખુશખબર: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જવાનોને છુટા કરવાનો નિર્ણય મોકફ રાખ્યો

રાજ્યના ટીઆરબી જવાનોને છૂટા કરવાનો નિર્ણય હાલ મોકૂફ રાખવામા આવ્યો છે. સીએમ સાથેની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને કે.કૈલાસનાથન પણ આ બેઠકમાં હાજર હતા. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી વર્ચ્યુલી આ બેઠકમાં જોડાયા હતા. ટીઆરબી જવાનોની સમસ્યાને લઈ બેઠકમાં મંત્રણા કરવામાં આવી હતી.

રાજ્ય પોલીસ વડાએ મોટો નિર્ણય લીધો હતો. ગુજરાતના નવ હજાર ટીઆરબી જવાનની નિમણુક રદ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં 9000 ટ્રાફિક બ્રિગેડના જવાનો પાસે કામગીરી લેવાતી હતી. રાજ્ય પોલીસ વડાએ રાજ્યના તમામ જિલ્લાના વડાને પત્ર લખી ટીઆરબી જવાનને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી ગુજરાતના હજારો ટીઆરબી જવાનની રોજગારી બંધ થઈ ગઈ હતી.

રાજ્યના 9000 પૈકી 6300 ટીઆરબી જવાનોને છુટ્ટા કરવા પોલીસ વડાનો આદેશ આવતા ચકચાર મચી જવા પામી હતી. વર્ષોથી એક જ જગ્યામાં ફરજ બજાવવી વહીવટી અનુકૂળતા માટે યોગ્ય ન હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી હતી. રાજ્યના 9 હજાર પૈકી 6300 જેટલા ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાની વાતને લઈને અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યા હતા.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પાંચ વર્ષથી વધૂ સમય ફરજ બજાવનાર ટીઆરબી જવાનોને 31મી ડીસેમ્બર 2023ના સુધી મુક્ત કરાશે. જ્યારે 10 વર્ષ ફરજ બજાવી હોઇ તેવા જવાનને 30મી નવેમ્બર 2023 સુધીમાં મુક્ત કરાશે તેવો પત્ર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 3 વર્ષથી વધૂ સમય પુર્ણ થયેલ હોઇ તેવા ટીઆરબી જવાનોને 31મી માર્ચ 2024 સુધીમાં છુટ્ટા કરવાનો આદેશ અપાયો હતો.

ટીઆરબી જવાન માટે  સારા સમાચાર સામે આવ્યા છે. આખરે ટીઆરબી જવાનોને તબક્કાવાર છુટ્ટા કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. સરકારે ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાની બાબતે યૂ ટર્ન માર્યો છે. થોડા દિવસ પહેલા પોતે કરેલા ઓર્ડરને પોલીસવડા વિકાસ સહાયે જ રદ્દ કર્યો છે. 9000 જવાનોને તબક્કાવાર છૂટા કરવાનો ઓર્ડર મુલતવી રહેતા ટીઆરબી જવાનોમાં ખુશી વ્યાપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દરમિયાનગીરી બાદ જવાનોની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગર ટીઆરબી જવાન મુદ્દે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. જોકે આ બેઠક પૂર્ણ થતાં ટીઆરબી જવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હાલમાં ટીઆરબી જવાનોને ફરજ પરથી મોકૂફ કરવાનો નિર્ણય મુલતવી રખાયો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હજાર રહયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા. જેમાં એચએએલ પૂરતો આ અંગે નિર્ણય મોકૂફ રખાયો છે.

મહત્વનુ છે કે વર્ષોથી ટીઆરબી તરી ફરજ બજાવતા જવાનોને ફરજ મોકૂફ કરવાની વાત સામે આવત છેલ્લા 3 દિવસ થી ઠેર ઠેર આંદોલન થઈ રહા છે. તમામ જીલ્લોના ટીઆરબી જવાનો આ આંદોલનમાં જોડાઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે મળેલી બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય કરાયો છે.

જેમાં હાલ ટીઆરબી જવાનોને ફરજમાંથી મોકૂફ કરવાનો નિર્ણય મોકૂફ રખાયો છે. સાથે જ ટીઆરબી જવાનોમાં જેની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી હશે તથા ભ્રષ્ટાચારની ફરિયાદ હશે એમને પણ ફરજમાં પાછા ન લેવા વિચારણા કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે સાંજ સુધીમાં જાહેરાત પણ થઇ શકે છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *