કરૂણા અભિયાન-૨૦૨૪ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે નવસારી જિલ્લામાં કંટ્રોલરૂમ કાર્યરત કરાયું

કરૂણા અભિયાન-૨૦૨૪ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે નવસારી જિલ્લામાં કંટ્રોલરૂમ કાર્યરત કરાયું

આગામી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલ પક્ષીઓ ઘાયલ થવાના બનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરીત સારવાર કરી સ્વસ્થ પક્ષીઓનો જીવ બચાવી પુન:મુક્ત કરી શકાય તે અર્થે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી તા.૧૦/૦૧/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૪ દરમિયાન કરૂણા અભિયાન-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત નવસારી જિલ્લામાં સામાજિક વનિકરણ વિભાગ નવસારી ડી.સી.એફ ભાવનાબેન દેસાઈ અધ્યક્ષતામાં એક મીટીંગ આયોજન કરવામાં આવ્યું હતું.

આ મીટીંગમાં પશુપાલન વિભાગ, સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થવાના બનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરીત સારવાર અર્થે જિલ્લા તથા તમામ તાલુકા કક્ષાએ, કંટ્રોલરૂમ, ઓનલાઈન લિંક લોકેશન સહિતની વિગતના હેલ્પલાઈન સેન્ટર, રેસ્ક્યુ ટીમ, પશુ દવાખાનાની વિગતો સહિત આયોજન કરવામાં આવ્યું છે. જેથી ઉત્તરાયણ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓના જીવનું રક્ષણ કરી શકાય.


નવસારી જિલ્લામાં વિવિધ સ્થળે બિન સરકારી સંસ્થાઓ/જીવદયા સંસ્થાઓના સહયોગથી સારવાર કેમ્પ કાર્યરત કરવામાં આવ્યાં છે. જે અન્વયે નવસારી તાલુકામાં ભગવાન મહાવીર કરૂણામંડળ,રેસ્કયુ એન્ડ રીહેબ ટ્રસ્ટ તેમજ ફેન્ડ્સ ઓફ નેચર રૂબી કોમ્પલેક્ષ શાંતાદેવી રોડ નવસારી ખાતે જૈનમ એસ.મહેતા- મો.નં.૯૪૦૮૧૮૯૬૯૭, શ્રી પાશ્વ ભક્તિ મંડળ સેન્ટ્રલ બેંક મધુમતિ, નવસારી નિરવ શાહ – મો.નં.૯૮૭૯૧૦૬૭૦૭, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી મફતલાલ મીલ, શૈલેષ આર.પટેલ – મો.નં.૯૮૭૯૧૫૯૧૫૫, જલાલપોર તાલુકામાં વિજલપોર એનિમલ સેવિંગ ગૃપ શિવાજી ચોક બ્રિજેશ સખીવાલા-મો.નં.૯૬૦૧૮૪૪૯૯૪, વાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન નવસારી એરૂ ચાર રસ્તા પશુ દવાખાના ભાવેશ પટેલ ૯૮૨૫૬૯૭૧૨૩ ગણદેવી તાલુકામાં વાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન નવસારી બીલીમોરા ભાવેશ હળપતિ – મો.નં.૯૮૨૫૬૯૭૧૨૩, ચીખલી તાલુકામાં વાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન નવસારી- ચીખલી હિમલ મહેતા – મો.નં.૯૮૯૮૪૭૯૦૧૨, ખેરગામ તાલુકામાં વાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન ખેરગામ પ્રિયંક પટેલ- મો.નં.૯૭૧૪૭૭૮૧૪૭, વાંસદા તાલુકામાં એનિમલ સેવિંગ ટ્રસ્ટ ગૃપ ના જીતુભાઈ – મો.નં.૯૭૨૭૯૮૯૮૦૮ નો સંપર્ક કરવો.
કરૂણા અભિયાન-૨૦૨૪ માટે વનવિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર કંટ્રોલરૂમમાં નવસારી/જલાલપોર તાલુકા માટે રેંજ ફોરેસ્ટ ઓફિસર, સુપા જિલ્લા સેવા સદન બહુમાળી મકાન પહેલા માળે,નવસારી અધિકારી કુ.હિનાબેન પટેલ, મો.નં.૯૭૨૬૬૨૦૪૦૯, ગણદેવી તાલુકામાં રેંજ ફોરેસ્ટ ઓફિસર, ૧૦૪ દેવકૃપા કોમ્પલેક્ષ પેટ્રોલપંપ સામે, જયકિશન હોસ્પિટલની બાજુમાં ચાર રસ્તા ગણદેવી અધિકારી છાયાબેન એ.પટેલ મો.નં.૭૦૬૯૯૬૨૮૩૧,ચીખલી તાલુકામાં અધિકારી  એ.જે.પડશાલા મો.૯૮૨૪૬૨૩૨૪૫ તથા  એચ.બી.પટેલ મો.૯૮૭૯૬૧૮૩૭૦, ખેરગામ તાલુકામાં અધિકારી બી.એમ.પટેલ મો.૭૬૨૧૮૫૦૯૯૦ તથા વાંસદા તાલુકામાં વાંસદા ચેતનભાઈ પટેલ (પશ્ચિમ) મો.નં.૯૯૦૯૪૭૪૩૨૩ તથા જયેન્દ્રસિંહ રાઠોડ (પુર્વ) મો.૯૯૭૯૩૪૭૭૭૭ નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

ઘાયલ પક્ષીઓની ત્વરિત સારવાર મળી રહે તે માટે સામાજિક વનીકરણ વિભાગ નવસારી , પશુપાલન વિભાગ તેમજ નવસારી જિલ્લાની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા સુચારૂ આયોજન કરાયું

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *