
નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે ૧૯મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાશે
- Local News
- January 1, 2024
- No Comment
દક્ષિણ ગુજરાતની સંસ્કારી અને શિક્ષિત નગરી નવસારીમાં કાર્યરત નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કૃષિ, બાગાયત, ફોરેસ્ટ્રી, બાયોટેકનોલોજી, કૃષિ ઈજનેરી તેમજ એગ્રી બિઝનેશ મેનેજમેન્ટ વિષયક કુલ ૬ વિધા શાખામાં શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે, ઉપરાંત આ વિધાશાખાઓમાં સંશોધન તથા વિસ્તરણની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે.
આગામી તારીખ ૦૩/૦૧/૨૦૨૪ને બુધવાર ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટીનો ઓગણીસમો વાર્ષિક પદવીદાન સમારંભ આચાર્ય દેવવ્રતજી, માનનીય રાજયપાલ ગુજરાત રાજય અને વિશ્વવિદ્યાલયના માન. કુલાધિપતિ ની અધ્યક્ષતા હેઠળ દિક્ષાન્ત મંડપ, યુનિવર્સિટી ભવનની બાજૂમાં, નવસારી ખાતે યોજાનાર છે. જેમાં સમારંભના અતિથિ વિશેષ તરીકે રાઘવજી પટેલ રાજયના માનનીય મંત્રી, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત સરકાર ઉપસ્થિત રહેનાર છે, જયારે ડો. શરદ આર. ગડખ, કુલપતિ, ડૉ. પી.ડી.કે.વી., અકોલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપવામાં આવશે.
આ પદવીદાન સમારંભમાં સ્નાતક કક્ષાના ૪૬૧, અનુસ્નાતક કક્ષાના ૧૫૦ અને પીએચ.ડી. કક્ષાના ૫૬ નવસારી કૃષિ યુનિવર્સિટીના અને ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ૦૨ મળીને કુલ ૬૬૯ વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓને પદવી એનાયત કરવામાં આવશે. પદવીદાન સમારંભ દરમ્યાન યુનિવર્સિટી દ્વારા “બેસ્ટ ટીચર એવોર્ડ”, “બેસ્ટ રિસર્ચર એવોર્ડ” ઉપરાંત આ વર્ષથી “બેસ્ટ એક્ષટેન્શન સાયન્ટીસ્ટ એવોર્ડ” શ્રેષ્ઠ ખેડૂત (પૂરૂષ) એવોર્ડ અને શ્રેષ્ઠ ખેડૂત (મહિલા) એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.
પદવીદાન સમારંભ દરમ્યાન શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર સ્નાતક કક્ષાના ૨૧ અને અનુસ્નાતક કક્ષાના ૩૧ વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓને કુલ પર મેડલ એનાયત કરવામાં આવશે.