
NAHEP CAAST પ્રોજેકટ અને કેવિકે, નવસારી દ્વારા પ્રેરણા પ્રવાસ યોજાયો
- Uncategorized
- January 1, 2024
- No Comment
સરકાર દ્વારા પૂરા ભારતભરમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો અને આમ જનતાને જાગૃત કરવા “સારું વાવવું અને સારું ખાવું” એવી ભાવના લોકોમાં જગાડવા “વિકસીત ભારત સંકલ્પ યાત્રા” થકી જમીનની ફળદ્રુપતા અને પ્રાકૃતિક ખેતી પર ખાસ ભાર મૂકાઈ રહ્યો છે, તેને ધ્યાનમાં રાખી નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકની કચેરી હેઠળ ચાલતા NAHEP CAAST પ્રોજેકટ પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા પ્રથમ દિવસે ૩૦ મહિલા ખેડૂતો અને બીજા દિવસે ૩૦ ખેડૂત ભાઈઓને વલસાડ જીિલ્લાનાં નાની તંબાડી ગામે આવેલ દામોદર ગૌશાળાની મુલાકાત કરાવાઈ હતી. ગૌશાળા ખાતે ગીર ગાય આધારીત ખેતી તેમજ દેશી ગાયનાં મળમૂત્ર આધારીત વિવિધ બનાવટો, સાબુ,કોસ્મેટીક પ્રોડકટ, ધૂપ સ્ટીક, ગો અર્ક અને જુદી જુદી વાસ્તુશાસ્ત્ર આધારીત આર્ટીકલ બનાવટોનાં યુનિટની મુલાકાત દામોદર ગૌશાળાના મંત્રી ધર્મેશભાઈ દ્વારા કરાવાઈ તેમજ તે અંગે તેમણે ખૂબ જ વિસ્તૃત માહિતી આપી હતી
ખેડૂતોને પારંપરિક ખેતી અંગે જાગૃત અને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે સાથે કૃષિ યુનિવર્સિટીના પરીયા સંશોધન કેન્દ્રની પણ ખેડૂતોને મુલાકાત કરાવી હતી જયાં ખેડૂતોએ આંબાની દેશી-વિદેશી અને કાજુની જુદી જુદી જાતો અને તેની ખેતી પધ્ધતિ અંગે માર્ગદર્શન સંશોધન કેન્દ્રનાં વડા ડૉ.શર્મા અને તેમની ટીમે માહિતી આપી હતી. આ પ્રેરણા પ્રવાસનાં આયોજન માટે કેવિકે, નવસારીના વડા ડૉ.કિંજલ શાહ તેમજ NAHEP CAAST પ્રોજેકટનાં ડૉ.એમ.એસ.શંકનુ અને તેમની ટીમે ખૂબ મહેનત કરી હતી.