ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રનું લોકર્પણ કરતા વન પર્યાવરણ રાજય મંત્રી મુકેશભાઇ પટેલ

ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રનું લોકર્પણ કરતા વન પર્યાવરણ રાજય મંત્રી મુકેશભાઇ પટેલ

ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે ખેરગામ તાલુકાના જામનપાડા માઉલી માતા મંદિરના પટાંગણમાં વન વિભાગ દ્વારા બનાવેલા પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇ ખાસ ઉપસ્થિત રહયા હતાં

આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલે ખેરગામ તાલુકાના છેવાડાના જામનપાડા ગામે માઉલી માતાજીના પ્રાંગણમાં પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, ઘણા સમયની લોકમાંગણી આજે સંતોષાય છે. પંચવટી કેન્દ્ર અહીંના લોકોને ખુબજ ઉપયોગી થઈ રહેશે તેમજ માતાજીના ભકતો અહી માનતા કે બાધા પૂરી કરવા માટે આવશે ત્યારે અહી રસોડુ રાખીને જમાડવાની વ્યવસ્થા માટે પણ હોલનો ઉપયોગ થઇ શકશે.

પંચવટી કેન્દ્રમાં સ્વચ્છતા કાયમી ધોરણે સ્વચ્છતા રહે તે માટે ગ્રામજનોને અપીલ કરી હતી. આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો જંગલની જાળવણી સારી રીતે રાખે છે.તેમજ તેમને વૃક્ષ પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે, દિકરીના જન્મ સમયે ૨૫ જેટલા સાગ વાવો. જેથી દિકરી લગ્નપ્રસંગમાં કામ આવશે. માઉલી માતાજીનું આ સ્થળ પર્યટન સ્થળ બને અને પ્રવાસીઓ આવે તેવું મોટી સંખ્યામાં આવે તેવું આયોજન કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, પવિત્ર ઉપવન અનેપંચવટી વિકાસ કેન્દ્ર ગ્રામજનો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. કોઇપણ સામાજીક પ્રસંગ વખતે પંચવટી હોલ ખૂબ જ કામ આવશે. માઉલી માતા આદિવાસી સમાજની કુળદેવી છે. આ સ્થળે સારા સારા વૃક્ષોનો ઉછેર કરી, રળિયામણું બનાવામાં આવશે. જેથી પર્યટકો વારંવાર આ સ્થળની મુલાકાત માટે આવશે. ધારાસભ્યે વૃક્ષની મહત્તા વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતાં.

આ પ્રસંગે મુખ્ય વન સરંક્ષક ડો.કે.શશિકુમાર અને નાયબ વન સરંક્ષક ભાવનાબેન દેસાઇએ પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્ર વિશે ગ્રામજનોને જાણકારી આપવા સાથે વૃક્ષનું જતન કરી ગામને રળિયામણું બનાવવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં વન પર્યાવરણ મંત્રી અને મહાનુભાવોએ પવિત્ર ઉપવન ખાતે વૃક્ષારોપણ કર્યુ હતું. ત્યારબાદ માઉલી માતાજીના મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, અગ્રણી અશ્વિનભાઇ પટેલ, વલસાડના નાયબ વનસંરક્ષક નિશા રાજ, રેંજ ફોરેસ્ટ ઓફિસરો, પદાધિકારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો જંગલની જાળવણી સારી રીતે રાખે છે: વન પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલ

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *