નવસારી જિલ્લા પ્રભારી સચિવ કે.કે. નિરાલાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ: જીલ્લાને સ્પર્શતા વિવિધ મુદ્દાઓની તલસ્પર્શી સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

નવસારી જિલ્લા પ્રભારી સચિવ કે.કે. નિરાલાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ: જીલ્લાને સ્પર્શતા વિવિધ મુદ્દાઓની તલસ્પર્શી સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

ગુણવત્તાયુક્ત પીવાના પાણી વ્યવસ્થા આગોતરી સુનિશ્ચિત કરાય તથા ફોર્ટીફાઇડ મીઠાંનાં ઉપયોગ વિશે જનજાગૃતિ વધે એ માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું     

નવસારી જિલ્લા પ્રભારી સચિવ કે. કે. નિરાલાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ, નવસારી ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇ, નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ ખાસ ઉપસ્થિત રહયાં હતાં.

નવસારી જિલ્લા સમીક્ષા બેઠકમાં પ્રભારી સચિવ કે. કે. નિરાલાએ પુરવઠા વિભાગ, આરોગ્ય, પાણી પુરવઠા, આઈ.સી.ડી.એસ., નગરપાલિકા, પ્રાકૃતિક કૃષિ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આગામી સમયમાં પીવાના પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે આગોતરૂ આયોજન કરી, પાણી પુરવઠાની યોજનાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળની સપાટીમાં વધારો કરવા આગવું આયોજન કરવા જણાવ્યું હતું. નવસારી જિલ્લામાં કુપોષણની સ્થિતિ અંગેની ચર્ચા કરી સૌના સહયોગથી જિલ્લાને કુપોષણ મુકત બનાવવા અનુરોધ કર્યો હતો. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તમામ શાળાઓમાં સાફસફાઇ પ્રત્યે શિક્ષકોએ વિશેષ કાળજી રાખવા તેમજ લોક-પ્રતિનિધિઓના પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા જણાવ્યું હતું.

પ્રભારી સચિવે સ્વચ્છતા અભિયાન દરમિયાન કરેલી કામગીરી, સરકારી કચેરીઓમાં કરવામાં આવેલી સ્વચ્છતા કામગીરીઓ, વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર, પૂર્ણા ટાઈડલ ડેમ, પ્રાકૃતિક ખેતી, અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી, પુરવઠા વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવતાં ફોર્ટિફાઇડ ચોખા અને મીઠું, ‘સક્ષમ યુવિકા પ્રોજેક્ટ’ અને તેની સિદ્ધિઓ, વિકસીત સંકલ્પયાત્રા, PM JANMAN અભિયાનો દરમિયાન કરવામાં આવેલી કામગીરીઓ બાબતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, પ્રાયોજના વહીવટદાર આનન્દુ સુરેશ ગોવિંદ, અધિક નિવાસી કલેકટર કેતન જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઝાલા સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા

કુપોષણ મુક્ત નવસારી, સક્ષમ યુવિકા પ્રોજેક્ટ, ‘સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી’ જેવા સ્થાનિક અભિયાનોની સરાહના કરી

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *