નવસારીમાં અંગદાન પ્રવૃત્તિને વેગ આપવા શુભારંભ થયો

નવસારીમાં અંગદાન પ્રવૃત્તિને વેગ આપવા શુભારંભ થયો

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી ખાતે હાર્દિક આર નાયકના અધ્યક્ષ પદે યોજાયેલા માર્ગદર્શક શિબિરમાં આરંભે સ્વાગત હાર્દિક નાયક દ્વારા અને ડોક્ટર રાજન શેઠજીએ અંગદાન નો મહિમા બળવત્તર બને તે માટે સંવેદનશીલ તબીબો અને હોસ્પિટલ સંચાલકો આગળ આવે એવી અપીલ સાથે પોતે પણ આ કાર્યને આગળ ધપાશે એમ ખાતરી આપી હતી. તેમણે નિલેશ માંડલીવાળાને અંગદાન પ્રવૃત્તિ માટે તેમને દેશભરમાં જાણીતા પ્રણેતા ગણાવ્યા હતા.

રેડક્રોસ નવસારીના પ્રમુખ ડો. અતુલભાઇ દેસાઈ તથા રોટરી આઈ હોસ્પિટલના સેક્રેટરી યોગેશભાઈ નાયક એ પ્રવૃત્તિ માટે તમામ પીઠબળ આપવાની ખાતરી આપી હતી. આવા કાર્યોમાં નવસારી શહેર જિલ્લો આ યજ્ઞમાં જોડાશે એમ જણાવ્યું હતું.

નવસારી જિલ્લા આહીર સમાજના મેનેજિંગ ટ્રસ્ટી સંજય આહીર એ પણ આ કાર્યની પડખે રહેવાની ખાતરી આપી હતી વિવેકાનંદ ટ્રસ્ટ ના ચેરમેન મહેશભાઈ લાડે પણ તમામ સહયોગ ની ખાતરી આપી હતી આ સભામાં રશ્મિબેન પંકજભાઈ દેસાઈ દ્વારા 23 જેટલા દેહદાન મેડિકલ હોસ્પિટલ ને પહોંચ્યા તેની ગૌરવપૂર્ણ નોંધ લેવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન ગૌતમ મહેતા દ્વારા થયું હતું.

અંગદાન માટે જીવન સમર્પિત કરનાર સુરતના નિલેશભાઈ માંડલી વાળા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *