
નવસારીની સાહસિક ત્રિપુટી નવસારી થી નેપાળ ની સાહસિક સાયકલ યાત્રા કરશે
- Sports
- February 14, 2024
- No Comment
નવસારીના સાહસિક સાયકલવીર આચાર્ય બોમી જાગીરદાર, પારસી આગેવાન વિરાફ પીઠાવાલા અને ઓજલ માછીવાડના હરીશ ટંડેલની ત્રિપુટી ૫૯ વર્ષની વયે સાહસ યાત્રા કરશે
નવસારીની ટાટા બોયઝ સ્કૂલના આચાર્ય છેલ્લા રપ થી ૩૦ વર્ષથી રોજના અંદાજે ૫૦ કિલોમીટર સાયકલ પ્રવાસ કરે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ૪૦૦૦ કિલોમીટરનો સાયકલ પ્રવાસ તેમજ દિલ્હીથી મુંબઈ સુધી ૧૫૦૦ કિલોમીટર સાયકલ પ્રવાસ તેમજ લેહ લડાખ ખારડુંગલાનો સાયકલ સાહસ પ્રવાસ આચાર્ય બોમી જાગીરદાર દ્વારા કરવામાં આવ્યો છે. ૫૯ વર્ષની વયે માનવી થાકી ગયો એમ કહેતો હોય ત્યારે જીવનમાં શૌર્ય સાહસ અને સંવેદનાને તરો તાજગી રાખનાર બોમી જાગીરદારે સમગ્ર જિલ્લાના ખેલ કૂદ ક્ષેત્રેને અનોરું પીઠબળ આપ્યું છે.
આગામી તા. ૨૦મી ફેબ્રુઆરીને સવારે ૬ કલાકે સર્કીટ હાઉસ નવસારીથી આચાર્ય બોમી જાગીરદાર તેમજ પારસી આગેવાન અને અડદા ગામના રહીશ એવા ૫૯ વર્ષના સાહસિક સાયકલ વીર વિરાફ પીઠાવાલા તેમજ વહાણ પર દેશ દેશાવરમાં કામ કરતાં અને જાણીતા સાયકલલિસ્ટ ઉમર વર્ષ ૫૯ પણ બોમી જાગીરદારના સથવારે આ ઉપરોકત સાહસિક ત્રિપુટી નવસારીથી નેપાળ સબકા સાથ સબકા વિકાસ અને ફીટ ઈન્ડીયાની ઝુંબેશ નવસારીની નેપાળ સુધી ગજવશે.
નવસારીવિજલપોર પાલિકાના પ્રથમ નાગરીક મીનલબેન દેસાઈ હિંદી ભાષી મહાસંઘના પ્રમુખ સંતોષ બી. શર્મા તેમજ નવસારી ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ અને મોનીંગ વોકર્સ કલબના આગેવાન પંકજસિંહ ઠાકોર અને સાથીઓ આ સાયકલ સાહસિક ત્રિપુટીને ભાવપૂર્ણ શુભકામનાઓ સાથે પ્રસ્થાન કરાવશે.