
10વર્ષ બાદ :નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાશે: કેલ્ક્યુલેટર પેનલનું પલ્ડું ભારે
- Local News
- February 24, 2024
- No Comment
નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં ચાની કીટલી સામે કેલ્ક્યુલેટરનો મુકાબલો આવતીકાલે થશે. હાલ શહેરમાં ચેમ્બરની ચૂંટણી જ ટોક ઓફ ધ ટાઉન બની છે. 10વર્ષ બાદ ફરી એકવાર બે પક્ષ સામસામે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ચેમ્બરની ચૂંટણીમાં 19મીએ ઉમેદવારીપત્રક ખેંચવાની મુદતે ફોર્મ નહીં ખેંચાતા 7 હોદ્દા માટે 2 પેનલના 14 ઉમેદવાર રેસમાં રહેતા મતદાનની નોબત આવી છે. 19મી બાદ બન્ને પેનલોને પ્રતીકો પણ ફાળવી દેવામાં આવ્યા છે. જેમાં સીએ વિનોદ દેસાઈની પેનલના 7 ઉમેદવારોને ચાની કીટલી મળી છે તો બીજી પેનલ રાજેન્દ્ર દેરાસરીયા અને તેની પેનલને કેલ્ક્યુલેટર પ્રતીક મળ્યું છે.
પ્રતીક મળ્યા બાદ બન્ને પેનલોએ પ્રચાર શરૂ કર્યો છે,જેમાં હાલમાં બંને પક્ષ ઘ્વારા એવા સોશિયલ મીડિયા સહિત ઉપયોગ કરી જોરશોર પ્રચાર કરાઈ રહ્યો છે. નવસારી ચેમ્બર ઓફ કોમર્સ ચૂંટણીમાં 1976 જેટલા મતદારો છે. આવતીકાલે રવિવારે નવસારી હાઇસ્કૂલમાં સવારે 9 થી 4 દરમિયાન મતદાન થશે અને બાદમાં મતગણતરી થશે. 10વર્ષ બાદ વેપારી સંગઠનમાં ચૂંટણી આવી હોય તથા વેપારીઓના પ્રશ્ન પણ વધુ હોય શહેરમાં ઉત્તેજનાનો માહોલ દેખાઈ રહ્યો છે.
માજી તેમજ હાલ કાર્યકારી પ્રમુખ ભરતભાઈ સુખડિયા ધ્વારા કેલ્ક્યુલેટર પ્રતીક પોતાનું સમર્થન આપવામાં આવ્યું છે. હીરા ઉદ્યોગ વ્યવસાય સાથે જોડાયેલ અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ રાજેન્દ્ર દેરાસરીયા આગામી પ્રમુખ તરીકે ફોર્મ ભર્યું છે.તેમની પેનલમાં ન્યુ ઈન્ડિયા બેકરી ના હરીશભાઈ મંગનાની સહિત અન્ય પાંચ ઉમેદવારો એ પણ વિવિધ હોદ્દેદાઓ માટે ફોર્મ ભર્યા છે. કેલ્ક્યુલેટર પેનલ વિવિધ વ્યાપારીઓ જેઓ આ સંગઠન સાથે જોડાયા છે. તેમને કેલ્ક્યુલેટર પેનલ ખૂબ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. જેના કારણ આવતીકાલે મતદાન સમય તેમના તરફ મતદારો નો જોખ વધુ રહશે તેવું હાલ દેખાય રહ્યું છે.
આ પેનલ વિજેતા બનશે વ્યાપારીઓ વિવિધ પ્રશ્નો નિકાલ તેમજ ચેમ્બર ભવન સહિત કામગીરીઓ તેમના ધ્વારા હલ કરી નવસારીમાં ધંધા રોજગાર વધુ મજબૂત કરવા અંગે પ્રશ્નોને લઈ જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરશે.નવસારી ચેમ્બર ઓફ કોમર્સ ચૂંટણી આવતી કાલે 25મી એ મતદાન તેમજ મતગણતરી બાદ જ અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.