સોનવાડી ગામના વતની એવા અનાવિલ યુવકે બોત્સવાના ખાતે આત્મહત્યા કરતા આઘાત અને ચકચાર ની લાગણી પ્રસરી
- Local News
- March 4, 2024
- No Comment
નવસારીના ગણદેવી તાલુકાના સોનવાડી ગામનો રહીશ હેનીલ મેહુલ નાયક હાલ છેલ્લા ચારેક વર્ષથી આફ્રિકાના છેલ્લા ચારેક વર્ષથી આફ્રિકાના બોત્સવાના ખાતે રહેતા આશરે 30 વર્ષીય યુવક અગમ્ય કારણોસર આપઘાત કર્યો
બનાવની પ્રાપ્ત વિગત એમ છે કે નવસારીના ગણદેવી તાલુકાના સોનવાડી ગામના સેવાભાવી આગેવાન અનાવિલ પરિવાર ઠાકોરભાઈ ના પુત્ર મેહુલભાઈ અને દિપાલીબેન ના એકમાત્ર લાડકવાયા દીકરા હેનીલ શાળાનો અભ્યાસ ગડત ખાતે કર્યા પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ નો અભ્યાસ રાજકોટ ખાતે કર્યો હતો
ત્યારબાદ છેલ્લા ચારેક વર્ષથી દક્ષિણ આફ્રિકા અને બોત્સવાના ખાતે સ્થાયી થયો હતો ગઈકાલે સુધી મળતી માહિતી મુજબ હળવાશ ભરી પરિસ્થિતિમાં હતો અને નિયમિત પણે મિત્રો અને પરિવાર સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં રહેતો હતો મરનાર હેનીલ ના માતા પિતા મેહુલભાઈ અને દિપાલીબેન પણ પુત્ર મિલન માટે વિદેશ જનાર હતા એમ જાણવા મળેલ છે એકમાત્ર પુત્ર હેનીલે આજે ફાંસો ખાઈને આત્મહત્યા કરી દેતા અનાવિલ સમાજ અને સંબંધીઓમાં શોક આઘાતની લાગણી ફરી વળી છે
