સ્વસહાય જૂથો બન્યા મહિલા સશક્તિકરણનો આધાર: નવસારી જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા 

સ્વસહાય જૂથો બન્યા મહિલા સશક્તિકરણનો આધાર: નવસારી જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા 

સમગ્ર દેશની સાથે નવસારી જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે જલાલપોર ,નવસારી,ગણદેવી ,વાંસદા વિધાનસભા મતવિસ્તારમાં નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારીશક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું.

સમગ્ર રાજ્યમાં ૧૩ હજારથી વધુ સ્વસહાય જૂથની ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને ૨૫૦ કરોડથી વધુની સહાય વિતરણ સાથે નવસારી જિલ્લામાં યોજાયેલા નારીશક્તિ વંદના કાર્યક્રમમાં જિલ્લાના સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રૂ.૮૯૦૭ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના ઉપલક્ષમાં ઓમ પાર્ટી પ્લોટ નવસારી ખાતે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં મિશન મંગલમ યોજનાના ૧૪૭૭ સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રૂ.૧૭૫૯ લાખની સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આર્ય ક્રિકેટ ગ્રાઉન્ડ સમરોલી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ૯૭૫ સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રૂ.૨૫૮૨લાખની સહાય વિતરણ કરવામાં આવ્યું હતું

 

જ્યારે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં લીમઝર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મિશન મંગલમ યોજનાના ૨૨૯૫ સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રૂ.૩૪૯૩ લાખની સહાય વિતરણ કરવામાં આવ્યું હતું .

તે જ રીતે દયાળજી બાગ પાર્ટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં મિશન મંગલમ યોજનાના ૧૪૭૭ સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રૂ.૧૭૬૧ લાખની સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.

 

જિલ્લામાં યોજાયેલા સમાંતર નારી શક્તિ વંદના કાર્યક્રમોમાં મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને સ્ટેજ પરથી સહાય ચેક આપવામાં આવ્યા હતા . આ તકે સખીમંડળની મહિલાઓએ મિશન મંગલમ યોજના દ્વારા મળેલ લાભ અને તાલીમનો સુખદ્ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના ચારે વિધાનસભા વિસ્તારમાં નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન પર પ્રધાનમંત્રીનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યું હતું. આ તકે, મહિલા સશક્તિકરણની અને ગુજરાતની વિકાસગાથા આલેખતી અને સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી આપતી વીડિયો ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.

નવસારીના ચાર વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા આ નારીશક્તિ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા , નવસારી ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ,જલાલપોર પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોર ,વાંસદા પ્રાંત અધિકારી ડી.આઈ.પટેલ, સહિત નગરપાલિકા તથા તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જલાલપોર ,નવસારી,ગણદેવી ,વાંસદા વિધાનસભા મતવિસ્તારમાં નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા:જિલ્લાની મહિલા સ્વસહાય જૂથોને રૂ. ૮૯૦૭ લાખની સહાયનું વિતરણ

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *