
નવસારીમાં ગાયત્રી શક્તિપીઠ ની બે વીઘા જમીનમાં મહાશિવરાત્રી ના દિવસે મિયા વાંકી પદ્ધતિથી 6280 વૃક્ષોનું વૃક્ષારોપણ થશે
- Local News
- March 6, 2024
- No Comment
છેલ્લા ચાર દાયકા થી નિર્માણ પામેલી રાયચંદ રોડ બંદર રોડ ખાતે આવેલી ગાયત્રી શક્તિપીઠ હિન્દુ સંસ્કૃતિના જતન સંવર્ધન સાથે સક્રિય પણ સર્વાંગી માનવસેવા કરી રહી છે આગામી શિવરાત્રીના દિવસે આઠમી માર્ચ ના સવારે ગાયત્રી શક્તિપીઠ ની બે વીઘા જમીનમાં મિયાવાકી પદ્ધતિથી 6280 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ થશે આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અને સામાજિક કાર્યકરો દ્વારા તથા ગાયત્રી પરિવાર દ્વારા આ વૃક્ષારોપણની ભૂમિને ગુરુ રામ શર્મા આચાર્યના નામથી રામ વન નામ આપવામાં આવ્યું છે આ વૃક્ષારોપણમાં ગુલમોહર વડ પીપળો લીમડો સીતા અશોક પિલટો તબુબીયા રોઝીયા કૈલાશપતિ ગરમાળો વિગેરે 105 જાતના વૃક્ષોનું વૃક્ષારોપણ થશે
નવસારીમાં આ પ્રકારની મિયાવાકી પદ્ધતિથી પ્રથમવાર આવું વન બની રહ્યું છે મિયાવાકી પદ્ધતિ એટલે એક ચોરસ મીટરમાં બે થી ચાર જુદા જુદા વૃક્ષો નું વાવેતર થશે નજીક નજીકમાં વૃક્ષો હોવાથી પોતપોતાના પોષણ માટે વૃક્ષો આપો આકાશ તરફ અને મૂળિયામાં પણ સીધા ઉગશે અને અને વૃક્ષોને રોજિંદી માવજતની જરૂર રહેશે નહીં અત્રે ઉલ્લેખનીય છે કે આ મિયાવાકી પદ્ધતિથી મુંબઈમાં 64 જંગલો અને બીલીમોરા તથા વલસાડમાં હરિયાળી ગ્રુપ બીલીમોરા દ્વારા 6,000 જેટલા વૃક્ષોનું સફળ વૃક્ષારોપણ થયું છે નવસારી ખાતે ગાયત્રી શક્તિપીઠ તેમજ ઇન્ફીનિટી ફાઉન્ડેશન ના સહયોગથી તન મન ધન સબસે ઉપર વન આ મહિમાને ચરિતાર્થ કરવા સાથે નવસારીને લીલુંછમ બનાવવાનો પ્રયત્ન થયો છે.
ઝાડની વિગત
ગુલમહોર કરંજ આંબળા કેસૂડો
ખાખરો આંબલી પલાશ બદામ
લીમડો પીપળો વડ જાંબુ (કાળા)
ગરમાળો પિલ્ટો કોડિયા સ્પેથોડિયા
ખાયા રેઈન ટ્રી જાંબુ(સફેદ) નીલગીરી
સરુ મહોગુની વાંસ બોરસલ્લી
બહુમિયા સીતા અશોક આસોપાલવ સેવન
ભીંડી પીપળી સપ્તપર્ણી ઉમરો
તબુબિયારોઝિયા પારિજાત ચીકુ જમરૂખ
લાજેસ્ટોમિયા કૈલાસપતિ બોટલ બ્રશ કેરી શેતૂર બોર કમરખ ખટામળા