નવસારી તાલુકાના પેરા ગામમાં આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ

નવસારી તાલુકાના પેરા ગામમાં આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર,નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારીની કચેરી હેઠળ આયુષની સેવાઓ લોકો સુધી પહોંચી શકે તે હેતુથી નવસારી તાલુકાના પેરા ગામમાં આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ નવસારી જિલ્લાના જીલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ ના હસ્તે કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ વિશેષ ઉપસ્થિત રહયા હતા .

સરકારી આયુર્વેદ દવાખાનાના લોકાપર્ણ કાર્યક્રમમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્ર્મ ની શરૂઆત કરવામાં આવી.જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ નયનાબેન પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરી પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. મંચસ્થ મહાનુભાવો નું ઔષધીય રોપા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઇ એ જણાવ્યું કે કોરોના જેવી મહામારીમાં લોકોએ આયુર્વેદ ઔષધિઓથી બનાવેલ ઉકાળાનો લાભ લીધો હતો. આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિમા લોકોને હવે ખુબ વિશ્વાસ વધ્યો છે મહત્તમ લોકો આ ચિકિત્સા પધ્ધતિ નો લાભ લે તે માટે જણાવ્યું હતું .

જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ દ્વારા આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ નો લાભ અને પંચકર્મ સારવાર નો લાભ વધુમાં વધુ લોકો લે તે માટે શુભેચ્છાઓ આપી.

આ ઉદ્ઘાટન કાર્યક્ર્મમાં નવસારી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન અરવિંદભાઈ પાઠક, નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગરભાઈ દેસાઈ ,તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ પટેલ,તાલુકા પંચાયત સભ્ય રણધીરભાઈ પટેલ, પેરા ગામનાં સરપંચ રવિ નરેન્દ્રભાઇ વશી, ડેપ્યુટી સરપંચ રતીલાલભાઈ રાઠોડ, ડી.કે. ભંખોડિયા ડેપ્યુટી એન્જિનિયર (પંચાયત) માર્ગ અને મકાન, પેરા ગ્રામ પંચાયતના સભ્ય અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *