
નવસારીમાં ગાયત્રી શક્તિપીઠ ની બે વીઘા જમીનમાં મહાશિવરાત્રી ના દિવસે મિયા વાંકી પદ્ધતિથી 6280 વૃક્ષોનું વૃક્ષારોપણ થયું
- Local News
- March 8, 2024
- No Comment
છેલ્લા ચાર દાયકા થી નિર્માણ પામેલી રાયચંદ રોડ બંદર રોડ ખાતે આવેલી ગાયત્રી શક્તિપીઠ હિન્દુ સંસ્કૃતિના જતન સંવર્ધન સાથે સક્રિય પણ સર્વાંગી માનવસેવા કરી રહી છે આગામી શિવરાત્રીના દિવસે આઠમી માર્ચ ના સવારે ગાયત્રી શક્તિપીઠ ની બે વીઘા જમીનમાં મિયાવાકી પદ્ધતિથી 6280 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ થયું. ધારાસભ્ય રાકેશ દેસાઈ અને સામાજિક કાર્યકરો દ્વારા તથા ગાયત્રી પરિવાર દ્વારા આ વૃક્ષારોપણની ભૂમિને ગુરુ રામ શર્મા આચાર્યના નામથી રામ વન નામ આપવામાં આવ્યું છે. આ વૃક્ષારોપણમાં ગુલમોહર,વડ,પીપળો, લીમડો,સીતા અશોક,પિલટો તબુબીયા રોઝીયા, કૈલાશપતિ,ગરમાળો વિગેરે 105 જાતના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
નવસારી ના ગાયત્રી શક્તિપીઠ ના ગાયત્રી પરિવાર ઇન્ફીનિટી ફાઉન્ડેશન નવસારી અને હરિયાળી ગ્રુપ બીલીમોરા દ્વારા ગાયત્રી શક્તિપીઠની બે વીઘા જમીનમાં મિયાવાકી પદ્ધતિથી આજે શિવરાત્રી મહાપર્વ નિમિત્તે 6280 જેટલા નવસારીના પ્રથમ રામવન નિર્માણ માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નવસારીના લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ઇન્ફીનિટી ફાઉન્ડેશનના હાર્દિક નાયક ગાયત્રી પરિવારના દક્ષિણ ઝોન ઉપસયોજક હિતેન્દ્રભાઈ દેસાઈ સૌરાષ્ટ્ર લેવા સમાજના પ્રમુખ મધુભાઈ કથીરિયા સેવાભાવી નગર સેવક પ્રશાંત દેસાઈ વિગેરે દ્વારા વૃક્ષારોપણ થયું હતું આ ભગીરથ રામવનના નિર્માણમાં હરિયાળી ગ્રુપ બીલીમોરા ના ડોક્ટર નીલ દેસાઈ વિગેરે એ જહમત ઉઠાવી હતી