સર. સી.જે.એન.ઝેડ મદ્રેસા સ્કુલ નવસારીનો એન. એસ. એસ યુનિટનો વાર્ષિક શિબિર પેરા ગામમાં યોજાયો

સર. સી.જે.એન.ઝેડ મદ્રેસા સ્કુલ નવસારીનો એન. એસ. એસ યુનિટનો વાર્ષિક શિબિર પેરા ગામમાં યોજાયો

નવસારી જિલ્લામાં આવેલ 168 વર્ષ જુની પારસી કોમ્યુનિટી દ્વારા સંચાલિત સર. સી જે એન ઝેડ મદ્રેસા સ્કુલના એન.એસ.એસ ના વાર્ષિક  શિબિરને તારીખ : 1/3/2024 થી 7/3/2024 ના રોજ નવસારી જિલ્લામાં આવેલ પેરા ગામમાં પ્રાથમિક શાળા તથા ગામના કોમ્યુનિટી હોલમાં અતિથિ વિશેષ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ જીગરભાઈ દેસાઈ, મુખ્ય મહેમાન તરીકે ગામના નવયુવાન ઉત્સાહી સરપંચ રવિભાઈ વશી, પ્રાથમિક શાળાના આચાર્ય મનીષભાઈ મૈસુરિયા ઉત્સાહી ગામ્રજનો રાજુભાઈ, દિપકભાઇ તથા ઉમેશ ભાઈ, શંકરભાઈ, શાળાના આચાર્ય મર્ઝબાન પાત્રાવાલ, સુપરવાઇઝર હેમંત રાઠોડ તથા અન્ય શિક્ષકો, શિબિરાથીં વિધાર્થીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો. મહેમાનોએ વિધાર્થીઓને એન એસ એસ ની પ્રવૃત્તિથી માહિતગાર કરી સેવા કાર્ય માટે પ્રોત્સાહન પુરું પાડી માહિતી સભર માર્ગદર્શન આપ્યું હતું.

વિધાર્થીઓ દ્વારા સાત દિવસય શિબિરમાં શાળા કેમ્પસમાં ગ્રામ્ય વિધાર્થીઓને સ્પોટની પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન પુરું પાડી વિવિધ ગેમ રમાડી પુરસ્કૃત કર્યા હતાં. રોટરી આઈ હોસ્પિટલના સહયોગથી પેરા ગામ મુકામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા સમગ્ર ગામ્યજનો માટે નેત્ર ચેક અપ કેમ્પ નું આયોજન હાથ ધર્યું જેમાં ગામવાસી તથા સરપંચો નો ખૂબ જ સુંદર સહયોગ મળ્યો હતો. ઉપરાંત વિધાર્થીઓ દ્વારા ઔપચારિક શિક્ષણ તથા રોજગારી તેમજ ગ્રામ્ય ક્ષેત્રમાં સરકાર દ્વારા અપાતી વિવિધ સેવાઓ અંગે તથા ગામ્રજનોની સમસ્યા અંગે સર્વે કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સમાજ સુરક્ષા હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમના સહયોગથી નશા મુક્તિ અભિયાન જાગૃતિ હેઠળ સમગ્ર ગામ્ય ક્ષેત્રમાં રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

pવિધાર્થીઓ પાસે સેવા શ્રમ કાર્ય માં ગામના મુખ્ય રસ્તાની સફાઈ કામગીરી તથા નવસારી જિલ્લાની કચેરી દ્વારા “સ્વસ્છ નવસારી જવાબદારી અમારી” ટેગલાઈન હેઠળ સૂકા કચરા અને ભીંના કચરા ને અલગ રાખી સ્વચ્છતા ઝુંબેશમાં જોડાવા માટે વિધાર્થીઓ દ્વારા સમજ આપવામાં આવી. વિધાર્થીઓને બૌદ્ધિક વિકાસના હેતુસર તથા એન એસ એસ દ્વારા સામાજિક જાગૃતિ કાર્ય અંગે માહિતીગાર કરવા માટે રેડક્રોસ સોસાયટી ના વાઈસ ચેરમેન તથા વલસાડ કોલેજના રિટાયર્ડ પ્રોફેસર, વકતા લેખક મોટીવેટર જયંતિભાઈ નાયકનું વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું.

ઉપરાંત પેરાગામ માં આવેલ સહકારી મંડળી, ગ્રામિણ બેંક તથા ગામપંચાચતની વિધાર્થીઓની મુલાકાત ગોઠવી દરેક સંસ્થામાં થતા કાર્યોથી માહિતગાર કર્યા. તથા નવસારી જિલ્લાનું પ્રસિદ્ધ અને પૌરાણિક એવા કપિલેશ્રવર મહાદેવ મંદિર ના દર્શન તથા ત્યાં આવેલ જુની વાવ ની મુલાકાત કરાવી ત્યાંના ઈતિહાસ તથા વાવ અંગેની માહિતી પ્રોગ્રામ ઓફિસર પ્રીતિ ભટ્ટ દ્વારા વિધાર્થીઓને આપવામાં આવી.

સમાપન કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુરુકુળ સુપા હાઈસ્કૂલના આચાર્ય પરેશભાઈ દેસાઈ, મુખ્ય મહેમાન શાળાના રિટાયર્ડ આચાર્ય જીમી અવારી,રિટાયર્ડ શિક્ષક સાયરસ કાસદ સુપરવાઇઝર હેમંતભાઈ રાઠોડ શાળાના આચાર્ય મર્ઝબાન પાત્રાવાલા, શિક્ષક રાજેશ પટેલ તથા પેરા ગામના સરપંચ રવિભાઈ વિધાર્થીઓને સફળતા પૂર્વક સેવા કાર્ય પૂર્ણ કર્યા અંગે શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી વર્ષમાં ફરી ગામમાં સેવા યજ્ઞ માટે પધારવા આમંત્રણ અપાયું હતું. શિબિરનું સમગ્ર આયોજન શાળાના આચાર્ય મર્ઝબાન પાત્રાવાલાના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર પ્રીતિ ભટ્ટ, જય લાડ તથા અન્ય શિક્ષકા બહેનોના સહકારથી પૂર્ણ થયું હતું.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *