
તપસ્યા નારી સેવા સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે પોતાની ઓળખ આપનાર ઋષિદા ઠા કુર અને ગુજરાત બહારના પાંચ ઈસમો સામે નોકરીની લાલચ આપી રૂપિયા 33 લાખ હડપ કરી જવાની ગંભીર ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ
- Local News
- March 10, 2024
- No Comment
નવસારીમાં વર્ષોથી તપસ્યા નારી સેવા સમિતિ નવસારી સહિત સમગ્ર દેશમાં નારીઓ માટે અને સામાજિક કામો માટે કામ કરતી એન.જી.ઓની સંચાલિકા સહિત દિલ્હી પાંચ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
નવસારી શહેરમાં છેલ્લા ઘણાં વર્ષોથી મહિલાઓ માટે કામ કરતી એન.જી.ઓ સંચાલક રિશિદા ઠાકુર નવસારી જિલ્લાના ગણદેવી માં રહેતા એક યુવાને નવસારી શહેરમાં મહિલાઓની NGO ચલાવતી યુવતીએ વાતમાં ભોળવી દિલ્હીના પાંચ ઠગબાજો સાથે મુલાકાત કરાવી તેની પાસે ટુકડે ટુકડે 33 લાખથી વધુની રકમ મેળવી લીધા બાદ સરકારી નોકરી આપવાનું વચન આપી છેતરપિંડી કરતા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.
ફરિયાદી યુવાન એવા વિપીન શંભુભાઈ કુશવાહ ગણદેવી ખાતે કરાટે કલાસ ચલાવે છે.મહિલા ઉત્કર્ષ માટે સેલ્ફ ડિફેન્સ આપવા લઈ મુલાકાત થઈ હતી ત્યારબાદ તેને સરકારી નોકરી આપવા બહાને દિલ્હીથી નવસારી આવેલા એક હોટલમાં પાંચ જણા સાથે મુલાકાત કરાવી હતી.ત્યારબાદ ફરિયાદને તેને અલગ અલગ ઓફિસોની બહાર બોલાવી ટુકડે ટુકડે અલગ અલગ બેંકના ખાતામાં 2021 થી લઈને અત્યાર સુધી કુલ ૩૩ લાખથી વધુની રકમ નંખાવી હતી.રિશિદા ઠાકુર સાથે જગમિત સિંગ,આશુતોષ રાકેશ અરોરા,નિખિલ છાબરા,દીપક,ગોરખધામાં મળીને યુવાને રેલવેમાં લોવર ડિવિઝન ક્લાર્ક ની પોસ્ટ માટે નોકરી આપવાની ખાતરી આપી હતી.
નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ને લઈને સમગ્ર નવસારીમાં ચકચાર મચી જવા પામી છે. તપસ્યા નારી સેવા સમિતિના પ્રમુખ ઋષિદા મુખ્ય આરોપી તરીકે અને સહ આરોપીઓ તરીકે દિલ્હીની ઠગ ટોળકીના જગમિત સિંહ તેમજ આશુતોષ અરોરા અને નિખિલ છાબરા તથા ગોરખ ધામા વિગેરે ભેગા થઈ ગણદેવી તાલુકાના બીલીમોરાના બીપીન કુશવાને નોકરીની લાલચ આપવા સાથે ટુકડે ટુકડે રૂપિયા 31 લાખ 47,815 કઢાવી લીધા હોવાની ગંભીર ફરિયાદ નવસારી ટાઉન પોલીસમાં ગઈકાલે થતાં પીએસઆઇ કડીવાલા અને ટીમ લટકો ફટકો કરવા જઈ રહી છે