સુપા ગામના ઉપસરપંચ વિરુદ્ધની એટ્રોસિટીની ફરિયાદ રદબાતલ કરાઈ: હાઈકોર્ટના ચૂકાદાના આધારે અધિક અધિકારી વિકાસ કમિશ્નર ગાંધીનગર હુકમ કર્યો
- Local News
- March 11, 2024
- No Comment
નવસારીના સુપા ગામમાં બે જુથ વચ્ચે કોઈ વાતને લઈ બબાલ થઈ હતી 8-3-2023 ના રોજ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ઉપસરપંચ પ્રતિક અજીતભાઈ નાયક વિરુદ્ધ એટ્રોસીટી તેમજ અન્ય કલમો આધારે ગુનો દાખલ થયો હતો.
ઉપસરપંચ વિરુદ્ધ ગુનો નોંધવા પગલે નવસારી ડી.ડી.ઓ ધ્વારા તેમને તેમના હોદ્દા ઉપરથી ફરજ મોકૂફ કરતો હુકમ કર્યો હતો.આ હુકમ સામે તેમણે વિકાસ કમિશ્નર ગાંધીનગર ખાતે અપીલ કરી હતી સાથે પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું અને ખોટી રીતે મારી સંડોવણી કરાઈ છે.ત્યારબાદ પ્રતિક અજીતભાઈ નાયક ધ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમિનલ મીસે એપ્લિકેશન દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં પ્રતિક નાયક વકીલ ધારદાર દલીલ સહિત આ કેસ લગતા પુરાવાઓ રજૂ કર્યા હતા.ગુજરાત હાઈકોર્ટ પ્રતિક અજીતભાઈ નાયક તરફેણમાં હુકમ કરી એટ્રોસીટી કેસ રદબાતલ કરી દીધો હતો.
ગુજરાત હાઈકોર્ટના હુકમ લઈ અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગર ધ્વારા સુપા ગામના ઉપસરપંચ પ્રતિક નાયકને ફરજ મોકૂફ હુકમ રદ કર્યો હતો.આજરોજ નવસારી જિલ્લા પંચાયત ડી.ડી.ઓ પુષ્પ લતા ધ્વારા પણ અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગર હુકમ લઈ પ્રતિક નાયક ઉપસરપંચ હોદ્દા ઉપર બહાલ ફરી ચાર્જ સુપ્રત કરવાનો તાલુકા વિકાસ અધિકારી નવસારી હુકમ કર્યો છે.
પ્રતિક નાયક ફરી ઉપસરપંચ ચાર્જ સુપ્રત કરાતા ગ્રામજનો ખુશની મોજું ફરી વળ્યું છે.ઉપસરપંચ પ્રતિક નાયક સર્વકાલીન સાથે વાતચીત જણાવ્યું કે આગામી સમય વધુ ઉત્સાહ અને જોશ આગામી સમયમાં ગામના વિકાસ તેમજ લોકો પ્રશ્ન ઉકેલ લાવવા માટે કામ કરીશ તેમ તેમણે જણાવ્યું છે