
જવલ્લેજ જોવા મળતો સાપ મળ્યો: નવસારીશહેરી વિસ્તારમાંથી શિયામશીર સાપ જોવા મળ્યો
- Local News
- March 18, 2024
- No Comment
એનિમલ સેવિંગ ગૃપ નવસારી ધ્વારા રેસ્કયુ કરી જરૂરી કાર્યવાહી કરી સામાજિક વનીકરણ વિભાગ નવસારી સાથે જંગલ વિસ્તારમાં મુક્ત કરાશે
નવસારી શહેરી રહેણાંક વિસ્તારમાં સાપ દેખાતા સ્થાનિક લોકો દ્વારા શહેરમાં વન્યજીવો ઉપર કાર્યરત એનિમલ સેવિંગ ગ્રુપ નવસારી સભ્યોને ફોન કરી જાણ કરી હતી. સાપ દેખાય કોલ આવતા સભ્યો બ્રિજેશ સખીવાલા તથા સંવ્યસેવિકા અંજલી રાય ત્યાં પહોંચી જોતા આ સાપ જવલ્લેજ જોવા મળતો સાપ હોવાનું સામે આવ્યું હતું. બીનઝેરી શિયામશીર (Black Heded) સાપને પકડી રહેણાંક વિસ્તારમાંથી પકડી લઈ દૂર કરવામાં આવ્યો હતો.
આ સાપ લગભગ 12 થી 18 ઈંચ જેવડી લંબાઈ ધરાવે છે. આ બીન ઝેરી શ્યામશિર સાપ નાના કિટક ખાય છે. તેનાથી માણસો ને કોઈ જ નુકસાની થતી નથી. જેથી તેને નિર્દોષ સાપ તરીકે ઓળખાય છે. માત્ર માથાનો ભાગ કાળો હોય છે. બાકીનો ભાગ સુકા લાકડા કલરનો હોય છે.
આ સાપની પ્રજાતીની ઓળખ 1854 માં થઈ હતી. આવો સાપ જવલ્લેજ જોવા મળે છે. તેને નાગણ સમજી ને લોકો મારી નાખે છે.
ગુજરાત રાજય માં 63 પ્રજાતિના સાપો જોવા મળે છે. તેમાંથી માત્ર 4 પ્રજાતિના સાપ ઝેરી છે. આ ચાર જાતિમાં કાળોતરો, કોબ્રા (નાગ), ફુરસો, રસેલ વાઈપર ( ખળચિતળો) . સાપને ઓળખ્યા વિના તેનાથી અંતર જાળવવું, સાપ ક્યારેય સામેથી હુમલો કરતો નથી.
એનિમલ સેવિંગ ગૃપ પ્રમુખ બ્રિજેશ સખીવાલા જણાવ્યાનુસાર કોઈ પણ સાપ મનુષ્ય ઉપર સામેથી હુમલો કરતા નથી. સાપ પોતે જ શરમાળ જીવ છે. લોકો ધ્વારા હેરાનપરેશાન કરે અથવા પોતાને અસુરક્ષિત માને તો જ હુમલો કરે છે. સાપ ઉપર અચાનક સાપ પગમાં કે ખેતરમાં કે અન્ય જગ્યાએ કામકાજ કરતા હાથ લાગી જવાથી કરડે છે. સાપના કરડવા કરતાં સાપના કરડ્યા બાદ લોકોના ડરથી હૃદય બંધ પડી જવાથી વધુ લોકો મૃત્યુ પામે છે. સાપના કરડવા બાદ પણ ડર રાખવામાં આવે નહી તો લોહી સર્કયુલેશન ધીમું રહે છે. તો ઝેર ઝડપથી શરીરમાં અસર કરતું નથી. 108 એમ્બ્યુલન્સ બોલાવી સરકારી હોસ્પિટલે (સિવિલ) આરામથી પહોંચી શકાય છે. કોઈ પણ અંધશ્રધ્ધામાં પડ્યા વિના હોસ્પિટલ પહોચવું હિતાવહ હોય છે.
ગ્રામ્ય વિસ્તારોમાં સાપ કરડે તો સી.એચ.સી,પી.એચ.સી તેમજ શહેરી વિસ્તારમાં સિવિલ હોસ્પિટલમાં સાપ કરડ્યા અંગે ફ્રીમાં સારવાર તેમજ તે માટે ઈન્જેક્શન અને જરૂરી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે.કદી જાતે કોઈપણ વન્યજીવો આપના ઘરે અથવા કોઈપણ ઇજાગ્રસ્ત કે આવી જાય કે દેખાય તો જાતે પકડવા ન જઈ આપ વિસ્તારમાં કાર્યરત વનવિભાગ અથવા વન્યજીવો ઉપર કામકાજ સ્વયંસેવી સંસ્થાઓ સંપર્ક કરો.