હથિયાર જમા કરવા પડશે: લોકસભા ચૂંટણી પહેલા હથિયારી પરવાનેદારો ફરજિયાત નજીક પોલીસ સ્ટેશન જઈ હથિયાર જમા કરાવો: અધિક કલેકટર નવસારી

હથિયાર જમા કરવા પડશે: લોકસભા ચૂંટણી પહેલા હથિયારી પરવાનેદારો ફરજિયાત નજીક પોલીસ સ્ટેશન જઈ હથિયાર જમા કરાવો: અધિક કલેકટર નવસારી

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે. લોકસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે અમલ કરવાની આદર્શ આચારસંહિતા અન્વયે નવસારીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા નવસારી જિલ્લામાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી વિસ્તારમાં ધારણ કરતાં તમામ શસ્ત્ર પરવાનેદારોને શસ્ત્ર પરવાના હેઠળનું અગ્નિશાસ્ત્ર તથા દારૂગોળા નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરવાવવાનું રહેશે.

આ ઉપરાંત યોજાનાર ચૂંટણીના તમામ વિસ્તારમાં કોઇપણ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ ની કલમ-૨ ની વ્યાખ્યામાં આવતું કોઇપણ હથિયાર પોતાની પાસે રાખવું નહિ. નવસારી જિલ્લા કાર્યક્ષેત્ર બહારથી મેળવેલ પરવાના ધારણ કરનાર વ્યકતિઓએ પણ હથિયાર તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. જે કિસ્સાઓમાં હથિયાર પરવાનેદારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે પરમીટો આપવામાં આવેલી હશે તો તે પણ ઉપરોકત સમય દરમિયાન રદ કરવામાં આવે છે. ઉપરોકત તમામ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા.૦૪/૦૬/૨૦૨૪ બાદ દિન-૦૭ માં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપવા અંગેની કાર્યવાહી પોલીસ સ્ટેશનના અધિકારીએ પૂર્ણ કરવાની રહેશે.

આ હુકમના ભંગ કરનાર વ્યકિત વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. સરકારી નોકરી કે કામ કરતી વ્યકિત કે જે કાયદાકીય ફરજનો ભાગ હોય અને જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા જિલ્લા પોલીસ અધિકારી અધિકૃત કરે તેવી વ્યકિતઓને આ જાહેરનામાથી મુકિત આપવામાં આવી છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *